Gujarat Weather Forecast: ગુજરાતમાં ઘીરે ઘીરે તાપમાનનો પારો ઊંચો જઇ રહ્યો છે. સવારે અને રાતે ઠંડીનો ચમકારો હોય છે જ્યારે બપોરે તો ગરમી અનુભવાઇ છે. ગુજરાતનું હવામાન(Gujarat Weather Forecast) આગામી પાંચ દિવસ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જોઇએ. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે
રાજ્યના તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકએ કરેલી આગાહીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના તાપમાનમાં આજથી બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસ ગરમી વધવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 16.5 અને ગાંધીનગર 15.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે આખા ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આજે અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે. અત્યારની પરિસ્થિતિમાં રાજ્યના તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે. તેમણે પવનની ગતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, હાલ રાજ્યમાં નોર્થથી નોર્થ ઇસ્ટ પવન ફૂંકાશે. પવનની ગતિ સામાન્યથી થોડી વધારે રહેવાની શક્યતા છે.
પવનની ગતિ સામાન્યથી થોડી વધારે રહેવાની શક્યતા
હવામાન નિષ્ણાતએ પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, પવનની ગતિ અત્યારે સામાન્ય કરતાં વધુ જોવા મળી રહી છે. અત્યારે 11થી લઇને 15 કિલોમીટર પ્રિત કલાક સુધી પવન ફૂંકાઇ રહ્યો છે. હજુ 13 ફેબ્રુઆરી સુધી આજ રીતે વધુ પવન જોવા મળશે. 14 તારીખથી પવનની ગતિમાં ઘટાડો થશે અને પવનની ગતિ ઘટીને 9થી લઇને 12 કિલોમીટર પ્રતિ કલાકની થાય એટલે નોર્મલ પવન થાય તેવી શક્યતાઓ છે.
અલ નીનો નબળો પડવાનું શરૂ થઇ ગયું છે
નોંધનીય છે કે, હવામાન વૈજ્ઞાાનિકોના અંદાજ મુજબ 2023ને અસહ્ય ગરમ વર્ષ બનાવ્યા પછી અલ નીનોની અસર ચાલુ વર્ષે જૂન સુધીમાં સમાપ્ત થઇ જશે. જેના કારણે ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. ઓછામાં ઓછા બે વૈશ્વિક કલાયમેટ એજન્સીઓએ ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે, સમગ્ર વિશ્વના હવામાનને અસર કરનાર અલ નીનો નબળો પડવાનું શરૂ થઇ ગયું છે અને ઓગસ્ટ સુધી લા નીનાની સ્થિતિ બનવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ
તો બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube