Gujarat Weather Forecast in ambalal patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ચોમાસા અંગે વાત કરતા આગાહી(Gujarat Weather Forecast) કરી છે કે, આગામી અઠવાડિયાથી એટલે કે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસાની એન્ટ્રી થશે ચોમાસું એન્ટ્રી સાથે જ ધડબડાટી બોલાવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જો વાત હવામાન વિભાગની કરવામાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે ભારે પવન કે તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. વરસાદને લઈને આગામી 5 દિવસ માટે કોઈ પણ પ્રકારની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર રાજ્યમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જો વાત આજની કરવામાં આવે તો ગુજરાત રાજ્યના નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ અને દમણમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલેકે તારીખ 22 જૂન થી તારીખ 24 જૂન સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમાં તાપી, ગીર સોમનાથ, ડાંગ, અમરેલી, સુરત, વલસાડ, નવસારી, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નથી. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે જે ભેજ લઈને આવી રહ્યા છે અને આ કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ નથી. પાછલા દિવસે રાજ્યનું સૌથી ગરમ 38 ડિગ્રી તપામાન સાથે ભાવનગર શહેર રહ્યું હતું.
જો વાત અન્ય શહેરોની કરવામાં આવે તો વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી તપામાન નોંધાયું હતું. જ્યારે રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ભૂજમાં 34 ડિગ્રી, ગાંધીનગરમાં 35 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.