ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત ચોમાસું સક્રિય થશે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 21 જુલાઈથી ફરી એક વખત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે.
આગામી 22 જુલાઈથી સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં હળવો વરસાદ પડી શકે છે. જયારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 22 થી 25 જુલાઈ સુધીમા સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જયારે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. જયારે બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને વરસાદ પડી શકે છે.
આગામી બે દિવસ વરસાદ પડી શકે છે જેને લીધે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને ખેડૂતો ખુબ જ ઉત્સાહિત છે. અંબાલાલ પટેલની આગાહી મુજન આગામી બે દિવસ ગુજરાતને ધમરોળશે વરસાદ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.