Gujarati Artist Sanjay Goradiya: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામષેશ થવા જઈ રહી છે કેમકે, ખુદ રાજ્ય સરકાર જ છુટથી દારૂ વેચાય તે મતમાં છે. ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ માંડી હતી. ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ(Gujarati Artist Sanjay Goradiya) ફેસબુક પર ફોટા સાથે એ વાતની કબૂલાત કરી કે, ઇતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો.
ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર 2024 એવોર્ડ યોજાયો હતો
ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે હાલમાં જ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર 2024 એવોર્ડ યોજાયો હતો, આ દરમિયાન ફિલ્મસ્ટારનો જમાવડો થયો હતો. બોલિવૂડ સેલેબ્સની સાથે સાથે ઘણા ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી અને ગિફ્ટ સિટીના મહેમાન બન્યા હતા.
આ દરમિયાન આગંતુકો માટે દારૂની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક ગુજરાતી કલાકારે પણ મહેફિલની મજા માણી. આ ગુજરાતી કલાકાર બીજુ કોઇ નહિ પણ સંજય ગોરડિયા છે. સંજય ગોરડિયા પણ ફિલ્મફેર એવોર્ડ માટે ગાંધીનગર આવ્યા હતા અને આ દરમિયાન તેમણે પણ ખૂબ મજા માણી હતી. સંજય ગોરડિયાએ ફેસબુક પર બે તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં તેમના હાથમાં બિયર જોવા મળી રહી છે.
‘પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો’
કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. આમ, ગુજરાતી કલાકારે પણ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે દારૂ પીવાનો આનંદ માણ્યો તે અંગે નિખાલસ કબૂલાત કરી હતી.
“ફિલ્મ એવોર્ડમાં બિયરની લિજ્જત માણી, નોનવેજ તો ટોપના પેટનું હતું’ આ પ્રકારના કેપશનના કારણે હાલમાં આ ગુજરાતી કલાકારની ચર્ચા જોરશોરમાં થઇ રહી છે.તેમજ આ પોસ્ટના કારણે તે લોકો માટે એક હાસ્યનું પાત્ર પણ બન્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube