વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના મહેમાનોને ગુજરાતી વાનગીઓનો સ્વાદ દાઢમાં રહી જાય તેવું ભોજન પીરસાશે, જુઓ મેન્યૂ

Vibrant Gujarat Menu: આવતીકાલે ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ( Vibrant Gujarat Menu ) યોજાવાની છે. ત્યારે આ સમિટ પર આખું ભારત મીટ માંડીને બેઠું છે. ત્યારે સમિટમાં ભાગ લેવા આવી રહેલા દેશના તેમજ વિદેશના મહેમાનો માટે ખાસ પ્રકારના ભોજન પિરસાશે. મહેમાનોને શું શું પીરસવામાં આવશે તેની યાદી બનાવી લેવામાં આવી છે. આ સમિટમાં બહારથી આવેલા મહેમાનોની થાળીમાં ખાસ કરીને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. ત્યારે આ વખતે આવેલા મહેમાનો ગુજરાતી થાળીનો રસથાળ માણસે.

ભોજનમાં ગુજરાતી થાળી પીરસવામાં આવશે
અમદાવાદ, વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશવિદેશથી આવનારાં મહાનુભાવો, આમંત્રિતો,ડેલિગેટોની મહેમાનગતિમાં કોઇ કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત લાયઝન અધિકારીઓને મહાનુભાવો સાથે કેવી રીતે વાતચીત-વર્તન કરવું તે અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજન જ પિરસાશે.આ વખતે આવેલા મહેમાનો ગુજરાતી વાનગીઓનો આનંદ માણસે.તેમજ UAEના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. વેલકમ ડ્રિન્કસ સાથે મહેમાનોને આવકારવામાં આવશે. તો ભોજનમાં ગુજરાતી વાનગીઓ જેમકે, ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ તો મસાલેદાર વાનગીઓમાં ઘુઘરા, નાચોસ વગેરે પીરસવામાં આવશે.

હોટલ લીલાને સોંપવામાં આવી જવાબદારી
મહાત્મા મંદિરમાં વિશાળ ડાઈનિંગ હોલ પણ તૈયાર કરાયો છે. જેમાં પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ભોજન પીરસાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પરંતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. મહેમાનોની ભોજનની જવાબદારી હોટલ લીલાને સોંપાઈ છે.

ગુજરાત સમિટ માટે 12 સેમિનાર હોલ તૈયાર કરાયા
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનાર મહેમાનોને ગુજરાતી અને દેશની અન્ય વિખ્યાત વાનગીઓ પીરસવામાં આવશે. મહેમાનોને જમાડવાની જવાબદારી 2 હોટલને સોંપવામાં આવી છે. લંચની જવાબદારી હોટલ લીલાને અને ડીનરની જવાબદારી હોટલ હયાતને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરનાર મહાનુભાવોના ફોટો સેશન માટે રૂમ તૈયાર કરાયો છે. મોઢેરાના સૂર્ય મંદિરનું ચિત્ર ફોટોના બેકગ્રાઉન્ડમાં સેટ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે 12 સેમિનાર હોલ તૈયાર કરાયા છે.

ફ્રેશ જ્યુસ
સફરજન, ગાજર અને બીટ
ફૂદીનો અને તરબૂચ

હોમમેડ કૂકીઝ
રેડ વેલવેટ
રાગી અને ફીગ કૂકીઝ
ગાજર અને તજનો કેક

વેલકમ ડ્રિન્ક્સ
ચમેલિયા બ્લોસમ
ઈન્ટર્નલ સનરાઈઝ

પ્રાદેશિક વાનગીઓ
વાટી દાળના ખમણ
ખાંડવી
રાજભોગ શ્રીખંડ

મસાલેદાર વાનગી
નાચોસ બાર
ઘુઘરા

બપોરના ભોજનમાં શું પીરસાશે ?
વેલકમ ડ્રિન્ક્સ
નીલ અડાલજ
સલાડ

રોસ્ટેડ કાજુ
બ્રોક્લિનટ
સ્વિટકોર્ન ચાર્ટ

મેઈન પ્લેટ
ત્રીપોલી મિર્ચ આલુ લબાબદાર
દાલ અવધી
સબ્સ દમ બીરયાની
બાસમતી રાઈસ

બ્રેડ
આલુ મિર્ચ કા કુલ્ચા
હોમ સ્ટાઈલ ફુલકા
ફિન્ગર મિલેટ પરાઠા

મીઠાઈ
ફોક્સટેલ મેન્ગો લીચી
ચીકુ-પિસ્તાનો હલવો
સિઝનલ ફ્રુટ