તમારા ઘરે દીકરી 10 પાસ છે? તો ગુજરાત સરકાર આપી રહી છે 1 લાખથી વધુની સહાય… જાણો કેવી રીતે લેશો લાભ

Namo Lakshmi Yojana: ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીની ને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં(Namo Lakshmi Yojana) ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે,ત્યારે જાણો તેનો લાભ કેવી રીતે મેળવવો…

નમો લક્ષ્મી યોજનાનો હેતુ
નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે.સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં ₹250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

15 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ
નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે.

નમો લક્ષ્મી યોજનાનો હેતુ
નમો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે. જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ 55,114 કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતની ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતી કિશોરીઓને મળવા પાત્ર થશે.

નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય
સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10 માં બન્ને મળીને કુલ 20,000 રૂપિયા સહાય કરવામાં આવશે જેમાં ધોરણ નવમાં રૂપિયા 5000 તથા ધોરણ 10 ના રૂપિયા 5000 આપવામાં આવશે.

અને બાકીના 10000 રૂપિયા એ વિદ્યાર્થીની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના પછી આપવામાં આવશે.

વિદ્યાર્થીની ને ધોરણ 11 માં રૂપિયા 7,500 અને ધોરણ 12 માં પણ રૂપિયા 7500 એમ કુલ રૂપિયા 15000 આપવામાં આવશે અને બાકીના રૂપિયા 15000 એ વિદ્યાર્થીની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના પછી આપવામાં આવશે એટલે કે ધોરણ 11 અને 12 માં કુલ મળીને રૂપિયા 30,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.