Death Kalpesh Patel of Ahmedabad in America: અવારનવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતના અહેવાલો આવે છે.ત્યારે મૂળ અમદાવાદના (Ahmedabad) વતની અને અમેરિકાના (America) લોવા સ્ટેટમાં અર્બનડેલમાં પરિવાર સાથે સ્થાયી થયેલા 42 વર્ષીય કલ્પેશ પટેલના (Kalpesh Patel) મોતનો કિસ્સો સામે આવ્યો છે.
તેનું મોત પોલ્ટ સીટીમાં આવેલા સેલોરવિલે તળાવમાં ડૂબી જવથી થયું છે તેવું કેહવામાં આવ્યું છે. આ ઘટના બની ત્યારે કલ્પેશ પટેલ પરિવાર સાથે બોટમાં હતા અને તે જે સમયે આ ઘટના બની હતી. હાલમાં, તેણે લાઈફ જેકેટ પહેર્યું હતું કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ અમદાવાદના કલ્પેશ પટેલ અમેરિકાના આયોવા સ્ટેટના અર્બન્ડેલ શહેરમાં પરિવાર સાથે રહેતા હતા અને સોમવારે સાંજે પોલ્ક સિટીમાં આવેલા સેઇલરવિલે લેકમાં પરિવાર સાથે બોટિંગ કરવા ગયા હતા. તે દરમિયાન તે પાણીમાં ડૂબી ગયા અને ત્યારપછી કંટ્રોલ રૂમને 911 પર કોલ કરવામાં આવ્યો.
જોકે, તળાવ ખૂબ મોટું હોવાથી રેસક્યુ ટીમેને પ્રથમ દિવસે કંઈ જ મળ્યું ન હતું. જો કે બીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સવારે 10 વાગ્યે કલ્પેશ પટેલનો મૃતદેહ મળી આવ્યો. કલ્પેશ પટેલ પાણીમાં આકસ્મિક રીતે પડી ગયા અને તળામાં ડૂબી જવાને કારણે તેમનું મોત થયુ.
જોકે, તેણે અત્યારે લાઈફ જેકેટ પહેર્યું હતું કે નહીં? તે અંગે માહિતી મળી શકી નથી. રીપોર્ટ અનુસાર, કલ્પેશ પટેલ મુળ અમદાવાદના સરસપુરના રહેવાસી છે અને તેમની પત્ની નારણપુરાની રહેવાસી છે. અને તેના પરિવારમાં 14 વર્ષનો છોકરો અને 9 વર્ષની છોકરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.