ઉત્તરાખંડ: ફરી એકવાર ભારે વરસાદ (Heavy rain) ને લીધે ખુબ તારાજી સર્જાઇ છે કે, જેને લીધે કેદારનાથ (Kedarnath) ગયેલા અનેક ગુજરાતી યાત્રાળુઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. સોશીયલ મીડિયા (Social media) મારફતે યાત્રાળુઓએ દેશના ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah), સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) ને ટ્વીટ ટેગ કરી મદદ માંગી છે.
અમદાવાદના નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાયુ:
ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી ખૂબ જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. કેટલાક ગુજરાતી યાત્રાળુઑ ત્યાં ફસાઈ ચૂકયા છે ત્યારે હાલમાં કેદારનાથમાં ફસાયેલા યાત્રાળુઑએ ટ્વીટ કરીને મદદ માંગી છે.
અમદાવાદમાં આવેલ નવા વાડજ વિસ્તારનું દંપત્તિ કેદારનાથમાં ફસાઈ ગયુ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદને લીધે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે ત્યારે અનેક ગુજરાતી પરિવારો હાલમાં ઉત્તરાખંડથી મદદની ગુહાર લગાવી રહ્યા છે.
જેમાં અરવિદ આહીર નામનો યુવાન ટ્વીટ કરી કહી રહ્યો છે કે, અમારે મદદની જરૂર રહેલી છે. અમે હાલમાં કેદારનાથમાં ફસાઈ ગયા છીએ…અહિ ખૂબજ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 2 દિવસથી.. આમ મેસેજ ગુજરાત સરકારને ટેગ કરી ટ્વીટ કર્યો છે.
ઉત્તરાખંડમાં અતિભારે વરસાદને લીધે ચારધામ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. ભારે વરસાદને લીધે 65 જેટલા રસ્તા અત્યાર સુધીમાં બંધ કરી દેવાયા છે કે, જેને લીધે હજારો યાત્રીઓ ફસાઈ ગયા છે. જેમા સૌથી વધુ કેદારનાથમાં કુલ 2,700 જેટલા નાગરીકો ફસાયા હોવાનું સામે આવ્યું છે.
પર્યટકોનું ધ્યાન રાખવા આદેશ:
સમગ્ર મામલે ગૃહમંત્રી અમિતશાહે ફોન પર જાણકારી મેળવી લીધી છે. આની ઉપરાંત મુખ્યમંત્રીએ પણ પર્યટકોનું ખાસ ધ્યાન રાખવા માટેના આદેશ જાહેર કર્યા છે. આની સાથે જ જે કોઈ લોકો વરસાદમાં ફસાયા છે એમને જરૂર પડે તો હેલિકોપ્ટર દ્વારા પણ મદદ આપવા માટેના આદેશ આપી દીધા છે.
કેદારનાથમાં 2700 યાત્રાળુંઓ ફસાયા:
અતિભારે વરસાદને લીધે વાતાવરણ બગડતા ચારધામ યાત્રાને સંપૂર્ણ રીતે અટકાવી દેવામાં આવી છે. વરસાદને લીધે સરકાર પણ એલર્ટ થઈ ચુકી છે. જો કે, કેટલાક યાત્રાળુંઓ ફસાઈ ગયા છે કે, જેમા બદ્રીનાથમાં 2,000 યાત્રાળુંઓ ફસાઈ ગયા છે. કેદારનાથમાં 2,700 યાત્રાળુંઓ ફસાયા છે તેમજ ગંગોત્રીમાં 300 જેટલા યાત્રાળુંઓ ફસાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.