સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે.સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે નથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો. ત્યારે આવી પરીસ્થીતીમાં ક્રિકેટ ખેલાડીઓને પણ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે
ક્રિકેટ ખેલાડીઓમાં કોરોનાનું સંક્રમણ લાગતા IPL 2021 ને પણ આ મહામારીને કારણે થોભાવી દેવામાં આવી છે. કારણ કે આ પ્રીમિયર લીગમાં રમી રહેલા અનેક ખેલાડીઓ અને તેમના પરિવારજનો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાથી સંક્રમિત થયેલા લીસ્ટમાં રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર અને સૌરાષ્ટ્રવાસી ગુજરાતી ખેલાડી ચેતન સાકરિયા પણ શામેલ છે.
ચેતન સાકરિયાના પિતા કોરોનાના સંક્રમિત થયા છે અને તેમને હાલમાં હોસ્પીટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે. જેથી ચેતન સાકરિયા પોતાના પિતાની પોતાને IPL દ્વારા મળેલ રૂપિયાથી સારવાર કરવી રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા ચેતન સાકરિયાએ જણાવ્યું છે કે, હું ભાગ્યશાળી છું કે થોડા દિવસ પહેલા જ ફ્રેન્ચાઇઝીએ મારા ભાગની ચૂકવણી કરી હતી. ત્યારે મે તરત જ આ રૂપિયા ઘરે મોકલ્યા છે જેને લીધે મારા પિતાને સારી સારવાર મળી રહે અને સારવાર દરમિયાન કામ લાગે. ચેતન સાકરિયાના કહેવા અનુસાર તેમના પિતા 1 અઠવાડિયા પહેલા કોરોના પોઝીટીવ આવ્યા હતા. જો IPL ન હોત કે યોજાણી ન હોત તો હું મારા પિતાની સારવાર કરવા સક્ષમ ન હોત.
IPL બંધ કરવાની વાત પર ચેતન સાકરિયાએ જણાવતા કહ્યું કે, કેટલાય લોકો IPL ને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ હું તમામને કહેવા માંગું છું કે મારા પરિવારમાં હું એકમાત્ર જ કમાનારો છું. ક્રિકેટને કારણે હું કમાઈ રહ્યો છું. ક્રિકેટ મારા માટે કમાણીનું એક માત્ર સાધન છે. હું મારા કોરોના સંક્રમિત પિતાની IPLમાંથી મળેલ રૂપિયાને કારણે સારી સારવાર કરાવી શકું છું. જો IPL ન હોત તો કદાચ તેમની સારવાર પણ ન થઈ શકત. હું અત્યંત ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પપ્પાએ આખું જીવન રીક્ષા જ ચલાવી છે. આ IPL લીગથી મારું જીવન બદલાઈ ગયું છે. ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે એક કરોડને વીસ લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.