દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’
સાથોસાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. પરંતુ હાલ કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવક સાથે એવી ઘટના સર્જાઈ હતી કે, ‘માતા-પિતાને રડવાનો વારો આવ્યો હતો. કેનેડામાં રહેતા વડોદરાના 23 વર્ષીય યુવકનું દર્દનાક મૃત્યુ થયું હતું.’
છેલ્લા થોડા ઘણા સમયમાં ગેરકાયદેસર ઘુસવાના પ્રયાસમાં ઘણા ગુજરાતીઓના મોતને ભેટવાના સમાચાર સામે આવ્યા છે. તેમજ વિદેશમાં ગોળીબારથી અથવા તો કોઇ કારણોસર હત્યાના પણ બનાવ સામે આવ્યા છે. હાલમાં અમેરિકા બાદ કનેડામાં એક ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા બાદ પરિવારમાં શોકનું મોજું ફેલાઇ ગયુ છે. મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ જે કેનેડામાં અભ્યાસ કરતો હતો તે 2 દિવસથી ગુમ હતો અને આખરે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક ફેલાઇ ગયો હતો.
કેનેડામાં સ્ટડી કરવા ગયેલો મૂળ અમદાવાદનો 26 વર્ષીય ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થઈ ગયો હતો. આ પછી તે ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરાઈ હતી. જે બાદ તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મહત્ત્વનું છે કે, હર્ષ પટેલ છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુમ હોવાને લીધે તેના સંબંધીઓએ ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્ત્વનું છે કે, હર્ષ પટેલ વર્ષ 2022માં કેનેડા સ્ટડી કરવા ગયો હતો. તે છેલ્લાં બે દિવસથી અચાનક ગુમ થઈ ગયો હતો. હર્ષનો મૃતદેહ મૃતદેહ ટોરેન્ટોમાંથી મળ્યો છે. હર્ષના મૃત્યુનું કારણ હજૂ અસ્પષ્ટ છે. હર્ષનો પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગૂમ છે.આ મામલે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.
હર્ષના મૃત્યુનું કારણ તો હજુ સ્પષ્ટ નથી. પરંતુ હર્ષનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો હાલ ગૂમ છે અને આ મામલે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થી લેકમાં ડૂબી ગયા હોવાના સમચાર સામે આવ્યા હતા અને બે દિવસ સુધી તેમની શોધખોળ ચાલુ હોવા છત્તાં પણ કોઇ ભાળ નથી મળી.
અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે મિત્રો મોનરો લેકમાં સાથે બોટીંગ કરી રહ્યાં હતાં અને આ દરમિયાન બંને પાણીમાં કૂદ્યાં હતા. જો કે, તેઓ બંને ડૂબી જતા તેમની સાથે બોટિંગ કરવા ગયેલા તેમના મિત્રોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. જોકે, હજુ સુધી તેમની કોઇ ભાળ ન મળી હોવાછી સ્કૂબા ડાઈવર્સનો પણ શોધખોળ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ત્રણ દિવસની ભારે જહેમત બાદ પણ તેમનો કોઇ પત્તો નથી લાગ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.