Russia Ukraine News: યુક્રેન-રશિયા યુદ્ધ(Ukraine-Russia war) બાદ યુક્રેનમાંથી હાલ હજારો ભારતીયો અલગ-અલગ બસોમાં પોલેન્ડ(Poland) જઈ રહ્યા છે. 71 વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર પર લઈ જતી બસ બોર્ડરથી 30 કિમી દૂર ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ છે. જેથી હવે તમામ વિદ્યાર્થીઓને બોર્ડર સુધી પહોંચવા માટે 30 કિમી ચાલીને જવું પડશે. આવી સ્થિતિમાં એક ગુજરાતી વિદ્યાર્થીએ ગુજરાતીમાં વીડિયો(Video) શેર કરીને મદદ અને વ્યવસ્થા માટે વિનંતી કરી છે.
પોલેન્ડ જઈ રહેલા વિદ્યાર્થીઓમાંથી એક ગુજરાતી વિદ્યાર્થીએ સરકાર પાસેથી મદદની આશા રાખીને ગુજરાતીમાં વીડિયો બનાવ્યો, જેમાં તે કહે છે કે, “અમે પૈસા ભેગા કર્યા અને અમને પોલેન્ડની બોર્ડર પર લઈ જવા માટે બસ બુક કરાવી.” પરંતુ હાલમાં પોલેન્ડની બોર્ડર સુધી 40 કિમી સુધી ટ્રાફિક જામ છે અને અમારી બસ પણ બોર્ડરથી 30 કિમી દૂર છે. તેથી હવે અમને અહીંથી બોર્ડર સુધી ચાલીને જવાનું કહેવામાં આવ્યું છે. અહીંની વર્તમાન સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ફોનમાં નેટવર્ક નથી અને અમારી પાસે 4-4 બેગ છે જેથી અમારે 30 કિલોમીટર ચાલીને જવું પડે છે.
71 વિદ્યાર્થીઓ પોલેન્ડથી 30 કિલોમીટર દુર:
આટલું ચાલ્યા પછી પણ જ્યારે બોર્ડર પહોંચીશું ત્યારે ત્યાં કોઈની મદદ મળશે કે નહીં તે વિશેની અમને ખબર નથી. તે જ સમયે, ભારતીય દૂતાવાસ સાથે કોઈ સંપર્ક થઇ રહ્યો નથી. અત્યારે અમે દરેક જગ્યાએ ફસાયેલા છીએ. એટલા માટે અમે અમારી સરકારને અમારી મદદ માટે કંઈક કરવાની અપીલ કરીએ છીએ. 71 જેટલા વિદ્યાર્થીઓએ પોલેન્ડ બોર્ડર પર જવા માટે ગઈકાલે રાત્રે બસ બુક કરાવી હતી. પરંતુ લગભગ 30 કિ.મી.ના ટ્રાફિક જામના કારણે 30 કિ.મી.ના અંતરે ઉતારી દેવામાં આવ્યા છે. જ્યાંથી તેઓ હવે પગપાળા પોલેન્ડ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમને દૂતાવાસ તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળી રહ્યો નથી.
રશિયાના હુમલાને કારણે હજારો ભારતીયો ખાસ કરીને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. સરકાર સામે સૌથી મોટો પડકાર તેમને પરત લાવવાનો છે, હાલમાં આ અંગે તમામ પ્રયાસો ચાલુ છે. ભારતે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હંગરી અને પોલેન્ડની સરહદે સરકારી દળો મોકલ્યા છે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે, સલામત માર્ગોની ઓળખ કરવામાં આવી છે. જો તમે કિવથી સડક દ્વારા મુસાફરી કરો છો, તો તમે નવ કલાકમાં પોલેન્ડ અને લગભગ 12 કલાકમાં રોમાનિયા પહોંચી જશો. રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.