ગુજરાતના જ શિક્ષણને વખોડતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદનથી ગુજરાતીઓમાં ફાટી નીકળ્યો ગુસ્સો -જાણો એવું તો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) છેલ્લા બે દિવસથી રાજકોટની મુલાકાતે છે. ગઈકાલે 3.40 કરોડના ખર્ચે બનેલ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા(Sant Tulsidas Primary School) નંબર 16ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધતા જીતુ વાઘાણી પારો છટક્યો હતો અને કહ્યું હતું કે, ‘જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તેમણે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જવું જોઈએ. શિક્ષણમંત્રીના આ આકરા નિવેદન પર લોકોએ પોતાના અલગ અલગ અભિપ્રાય આપ્યા હતા.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે,  જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કરવો, છોકરા અહીં ભણ્યા. હવે જો તમને બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં કે, જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું શિક્ષણ લાગતું હોય ત્યાં જતા રહે. ત્યાં જઇને ઘર-કુટુંબ વસાવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહિયાં તો બધું ભાંગીને ભુક્કો થઈ ગયું છે.

સોશિયલ મીડિયામાં જીતુ વાઘાણીને લોકોએ જુઓ શું કહ્યું:

1.ભણવા માટે રાજ્ય છોડી છોડીને ભાગવું પડે એ માટે લોકો એ મત આપ્યા છે??? જીતુભાઇ …. હવે તો ગુજરાતની ગાદી પરથી ભાજપને ભગાડવા દિવસો નજીક આવી ગયા છે.

2. અહંકાર ભારે પડશે. ભૂલી ગયા હમણાં જ યુક્રેન થી કેટલા બાળકોને લાવવા પડ્યા. આ બાળકો અહીંયાની સ્કૂલ કોલેજના અભાવે જ ગયા હતા.

3.ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તમે ભલે યુવરાજ સિંહને ના ઓળખતા હોવ ચાલશે.. પરંતુ તમારી એક નજર ગુજરાતની એવી શાળા પર તો નાખો, જે શાળા પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. શાળા પર નહિ તો સાહેબ શાળામાં ભણી રહેલા બાળકોનું તો કમ સે કમ વિચારો… પછી તમે જ કહો છો કે, જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગતું હોય તે બીજા રાજ્યમાં, દેશમાં ચાલ્યા જાવ… આ કેટલું યોગ્ય કહેવાય???

4.અમારે નથી જવું તમારે જવું હોઈતો જાવ બીજા રાજ્યમાંચુંટણી લડવા.

5.ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જ મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની ખંડેર હાલત છે માટે શિક્ષણમંત્રીના નિવેદન પ્રમાણે ત્યાંના લોકોને જ અન્ય રાજ્યમાં જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને સળગતા સવાલો:
શું ગુજરાતનું શિક્ષણ એટલું નબળું અને ખરાબ છે કે વિદેશ કે અન્ય રાજ્યમાં ભણવા માટે જવું પડે?
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર શું શિક્ષણમંત્રીને જ ખુદ ભરોસો નથી?
ગુજરાતની સરકારી સ્કૂલોની ખરાબ હાલત વિશે શિક્ષા વિભાગ કેટલો માહિતગાર છે?
ગુજરાતના ક્યા ગામની સરકારી શાળાને શિક્ષા મોડલ તરીકે પ્રસ્તુત કરી શકાય ?
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામાન્ય નાગરિકને ન ગમે તો ફરિયાદ ન કરી શકાય?
ખાનગી શાળાઓમાં વાલીઓ બાળકોને કેમ મૂકે છે એનો સરકારે વિચાર કર્યો છે?
શું ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વખોડવાનો કોઈને પણ અધિકાર નથી ?
કોઈ ગુજરાતની શિક્ષણની ખરાબ સ્થિતિ બતાવે તો રાજ્ય બહાર મોકલી દેવામાં આવશે?
જેને શિક્ષા વ્યવસ્થામાં ઉણપ લાગે તેને સુધારવાના બદલે બીજે ભણવા જવું પડશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *