Surat Smimer Hospital: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(Surat Smimer Hospital) ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (એચઆઇએમએસ) હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણંપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની તૈયારીઓ બહુ જ ઝડપથી ચાલી રહી છે. જે અંતર્ગત ફેબ્રુઆરીમહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા હજ્જારો દર્દીઓને સીધો લાભ મળશે. આ સિસ્ટમ કાર્યાન્વિત થયા બાદ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે.
દર્દીઓને તમામ પળોજણમાંથી રાહત મળશે
સહારા દરવાજા પાસે સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં અલગ – અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબનો બતાવવામાં વેડફાઈ જતો હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તથા દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે. જેને કારણે ઘણા દર્દીઓઓનો અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઇ જાય છે. જોકે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પળોજણમાંથી રાહત મળશે.
રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ સુરતમાં
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સુરત મહાનગર પાલિકા દ્વારા પહેલી વખત સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ સિસ્ટમ સાથે સંકળવામાં આવી રહી છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને આ સુવિધા વહેલી તકે મળી રહે તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ટોકન મશીનથી માંડીને એલઈડી અને તબીબો પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ થઈ ચુકી છે અને સંભવતઃ આ મહિનાના અંત સુધીમાં સ્મીમેર હોસ્પિટલ સમગ્ર રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ બની રહેશે.
હોસ્પિટલમાં દર્દીને કઈ સિસ્ટમમાંથી પસાર થવાનું રહેશે
સુરત પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું હતું કે HIMS હેઠળ દર્દીને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સરમાંથી ટોકન લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજિસ્ટ્રેશન માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઊભા કરવામાં આવશે, જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ટોકન નંબર આવ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ટોકન નંબર લઈને દર્દીને જે તે ઓપીડીમાં જવાનું રહેશે.
અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મિમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હાલમાં મોટા ભાગની કામગીરી પૂરી થઈ ચૂકી છે અને પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓને લાઈનમાં ઊભા રહેવામાંથી નિશ્ચિતપણે મુક્તિ મળશે. પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઇ જશે. બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે એ અંગે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્મિમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે. પેપરલેસ અને ક્યૂ (લાઈન) મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube