એક તરફ બીજેપીના નેતાઓ છડે ચોક કાયદાનો ભંગ કરે છે અને બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોનામાં મદદ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર 188 ની કલમ લગાડવાની ધમકી આપવામાં આવે છે
ગુજરાતમાં કાયદો ખાલી આમ જનતાને જ લાગુ પડે છે ભારતીય જનતા પાર્ટીને નહીં તે રૂપાણી સરકાર દ્વારા સાબિત કરી આપવામાં આવ્યું.
આમ આદમી પાર્ટીના ફક્ત 5 કાર્યકરો રાણીપ વિસ્તારમાં ઓક્સીમિત્ર બની ઓક્સીમીટર દ્વારા કોરોના મહામારી સામે અમદાવાદની જનતાના ઘરે ઘરે જઈ ને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોના મહામારી સામે જનતાની મદદનું સુંદર કાર્ય કરી રહ્યા હતા અને પોલીસ દ્વારા તેમને પકડીને રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા અને 188 ની કલમ લગાડવામાં આવી.
એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રેલી, કાર્યક્રમોમાં કાયદાના લિરા ઉડે છે અને તેમને કોઈ પણ કશું કહી શકતું નથી અને બીજી બાજુ સોશિયલ ડિસ્ટનસનું પાલન કરી રહેલા ફક્ત 5 ઓક્સીમિત્ર કાર્યકરો કોરોના મહામારીના કપરા વખતમાં જનતાને મદદ કરવાના સુંદર આશય સાથે ઓક્સિજનની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે સરકારે પોલીસનો હાથો બનાવી તેમની ધરપકડ કરી અને તેમને રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા અને 188 ની કલમ લગાવવાની ધમકી આપી અને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા.
આમ આદમી પાર્ટી આ ઘટનાનો સખત વિરોધ કરે છે. શુ કાયદો ફક્ત સામાન્ય માણસ માટે છે? બીજેપીના નેતાઓ માટે કાયદાની કશી કિંમત જ નથી? આમ આદમી પાર્ટીના કાર્યકરો જે કોરોના મહામારીમાં જનતાની મદદ કરી રહ્યા છે તેમની સામે 188 ની કલમ અને બીજેપીના નેતાઓ છડેચોક કાયદાનો ભંગ કરે છે તેમની સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.
આ બાબતથી રૂપાણી સરકારની સંવેદનહિનતા છતી થાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પકડીને સાબિત કરી દીધું કે તેઓ આમ આદમી પાર્ટીથી ડરી રહ્યા છે અને યેન કેન પ્રકારે બીજેપી સરકાર દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈ પણ હિસાબે ડગશે નહીં અને જનતાલક્ષી કામો કરતા રહેશે તેવું આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અમજદખાન પઠાણે કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews