દેશમાં જેમ જેમ કોરોનાના કેસો ઘટી રહ્યા છે, તેમ તેમ સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે શાળા કોલેજો પણ કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને શરુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવું શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડતા હવે કોરોના કાળમાં બંધ થયેલા અભ્યાસને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી તો એવું લાગી રહ્યું છે આગામી સમયમાં ઝડપી ગતિએ ગુજરાતનું શિક્ષણ ચાલશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે. જયારે શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા પહેલા 6થી ઉપરના ધોરણની શાળાઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે 1 થી 5 ધોરણની શાળાઓ શરુ કરવાનો નિર્ણય પર ગમે ત્યારે સરકાર લઇ શકે છે. ત્યારે હવે શિક્ષણ વિભાગે નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે એવી મહત્વની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો કરવામાં નથી આવ્યો.
મહત્વનું છે કે, ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર મહિનાના અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે. તથા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી લઈ લેવામાં આવશે તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. તો શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન યોજાશે, જો વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યની વાત કરીએ તો પ્રથમ સત્રમાં 118 દિવસ, બીજા સત્રમાં 130 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં રજા બાબતે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. આ ઉપરાંત 8 દિવસની સ્થાનિક રજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ સાથે કુલ 80 દિવસની રજાઓ રહેશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.