સુરતમાં બે સગી બહેનોને એકસાથે આંબી ગયું મોત- ઘરેથી રમવા તો નીકળી… પણ ઘરે પરત ફર્યા બંનેના મૃતદેહ

Two sisters died in Surat: સુરત (Surat) શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના સામે આવી છે. અવાર નવાર આકસ્મિક ઘટનાઓ સામે આવતીજ હોય…

Two sisters died in Surat: સુરત (Surat) શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના સામે આવી છે. અવાર નવાર આકસ્મિક ઘટનાઓ સામે આવતીજ હોય છે, ત્યારે વધુ એક આકસ્મિક ઘટના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલા હજીરામાં તળાવમાં ડૂબી જતાં બે સગી બહેનનાં કરુણ મોત નીજ્યા છે. 

બે સગી બહેનોનાં મોત થવાથી સમગ્ર પરિવાર અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં હજીરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને બંને બહેનોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં આવેલા હજીરા વિસ્તારમાં આવેલા AMNS ટાઉનશિપની અંદર આવેલા તળાવમાં એક 6 વર્ષની અને એક 9 વર્ષની એમ બે સગી બહેનો ડૂબી જતાં મોતને ભેટી છે. મળેલી માહિતી અનુસાર ટાઉનશિપમાં ઘર બહાર બંને બહેનો રમવા માટે ગઈ હતી. ત્યારે રમતાં-રમતાં બંને બહેનો નજીકના તળાવમાં ડૂબી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છ વર્ષની બાળકીનું નામ રેણુપ્રિયા મહેન્દ્ર વેલાઈદમ છે અને તેની મોટી બહેનનું નામ કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમ (ઉંમર વર્ષ 9) છે. બંને બહેનો ઘર નજીક રમવા માટે ગઈ હતી, ત્યાર બાદ મોડી સાંજ થઈ હોવા છતાય ઘરે પરત ન ફરતાં પરિવાર દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે શોધખોળ દરમિયાન બંને બાળકી AMNS કંપનીના ટાઉનશિપમાં આવેલા તળાવમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.

ત્યારે પરિવારના લોકો અને ટાઉનશિપના સ્થાનિકો દ્વારા બંને બાળકીઓને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, હોસ્પિટલમાંફરજ પરના તબીબોએ બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી. બંને સગી બહેનો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટતાં સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે બાળકીના પિતા હજીરામાં આવેલી AMNS કંપનીમાં નોકરી કરે છે અને પત્ની બે બાળકી સાથે કંપનીના ટાઉનશિપમાં ઘણાં વર્ષોથી રહે છે. પરિવારની બંને દીકરીઓ એકસાથે મોતને ભેટતાં પરિવાર સહિત સમગ્ર ટાઉનશિપના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમગ્ર ઘટનાની જાણ હજીરા પોલીસને કરાતા આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતાં તરતજ હજીરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને બહેનોના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ હજીરા પોલીસે બંને બાળકીના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *