આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કોરોના વિશે શુક્રવારે પોતાના બુલેટિનમાં માહિતી આપી હતી. જેમા ગુરુવાર રાતથી આજે સવાર સુધીના આંકડાઓ જયંતિ રવિએ જાહેર કર્યા હતા. ફરી એકવાર સૌથી વધુ અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો વડોદરામાં 9, સુરતમાં 14, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, દાહોદ-ખેડામાં એક એક, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 કેસ નોંધાયા છે. 8 લોકો હાલ વેન્ટીલેટર ઉપર છે. ગઈકાલ સાંજ બાદ બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. ગુજરાતમાં ગઈકાલે સાંજથી અત્યાર સુધી કુલ નવા કેસ 92 નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ(હોસ્પિટલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ) કોરોના પોઝિટિવ આવ્યા છે.
જયંતી રવિએ જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ હતા.
દેશની વાત કરીએ તો ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરૂવારે રાત્ર સુધી 13000ને વટાવી ચુક્યો છે. જેમાંથી 1749 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 437 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધી કોરોનાના 2,182,197 દર્દીઓ પોઝીટીવ નોંધાયા છે અને 145,521 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીની લોકડાઉન વધારવાની જાહેરાત બાદ વિજય રૂપાણી સરકાર અમુક જિલ્લાઓમાં લોકડાઉનમાં છૂટછાટ આપવા જઈ રહી છે. ત્યારે કોરોનાના વધતા કેસ જોતા આ નિર્ણય પર રોક લગાવી શકે છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news