કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)એ ગુજરાત આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia) પર આકરા પ્રહારો કર્યા છે. PM નરેન્દ્ર મોદી(Narendra Modi) અને તેમની માતા હીરાબેન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઈરાનીએ ઇટાલિયાનું મોઢું ગટર જેવું છે. ગોપાલ ઇટાલિયાને હાલ તો જામીન મળી ગયા છે. એક વિડીયો શેર કરતી વખતે સ્મૃતિ ઈરાનીએ ગોપાલ ઇટાલિયા પર જોરદાર નિશાન સાધ્યું હતું.
Arvind Kejriwal, gutter mouth Gopal Italia now abuses Hira Ba with your blessings. I profer no outrage, I don’t want to show how indignant Gujaratis are but know this you have been judged & your party shall be decimated electorally in Gujarat. Now the people will deliver justice. pic.twitter.com/Ljh9R1DamD
— Smriti Z Irani (@smritiirani) October 13, 2022
સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું- ‘અરવિંદ કેજરીવાલ, ગટર જેવું મોઢું તેવા ગોપાલ ઇટાલિયા, તમે પીએમ મોદીની માતા હીરા બા માટે અપશબ્દો બોલ્યા. હું કોઈ નારાજગી વ્યક્ત કરતી નથી, ગુજરાતીઓ કેટલા ગુસ્સામાં છે તે હું દેખાડવા માંગતી નથી, પરંતુ તમે જાણો છો કે જનતાએ તમને જોય લીધા છે. ગુજરાતની ચૂંટણીમાં તમારી પાર્ટીનો નાશ થશે.
ગોપાલ ઇટાલિયાના વીડિયોને રિટ્વીટ કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હીરાબા માતા શક્તિનું સ્વરૂપ છે. કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલિયાએ 100 વર્ષીય હીરાબાને નફરતની રાજનીતિમાં ખેંચી લીધા. સમાજમાં તમારા અને વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી. ગુજરાતના નામે માતૃશક્તિનું આવું અપમાન ગુજરાતીઓ પોતાના વોટથી કરશે.
અઠવાડિયામાં ત્રીજો વિડિયો:
એક અઠવાડિયામાં ભાજપે ગોપાલ ઇટાલિયા નો ત્રીજો વીડિયો જાહેર કરીને પ્રહારો કર્યા છે. પહેલા વીડિયોમાં ગોપાલે પીએમ મોદીને ગાળો આપવા સિવાય ઘણી વિવાદાસ્પદ વાતો કહી હતી. બીજા વિડિયોમાં, મંદિર અને કથાઓને લઈને અભદ્ર કહ્યું હતું અને ઇટાલિયાએ મહિલાઓને ત્યાં ન જવાની સલાહ આપી હતી.
NCW પહોંચેલા ગોપાલે ટ્વીટ કર્યું – મને જેલમાં ધકેલી દેવાની ધમકીઓ મળી છે
અગાઉ, NCW ઓફિસ પહોંચ્યાના એક કલાક પછી, ગોપાલે ટ્વીટ કર્યું – કમિશનના વડા મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને આનાથી વધુ શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. હું જેલથી ડરતો નથી. મને જેલમાં નાખો.પોલીસ પણ બોલાવી છે. મારી સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.