નોકરી માંથી કાઢી મુકતા યુવકોએ મેનેજરને મારી મારીને ભૂત બનાવી દીધો- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો

આજકાલ અસામાજિક તત્વોના આતંકના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ખુલ્લેઆમ તેઓ ફાયરીંગ તેમજ હત્યા કરતા હોય છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગ્વાલિયરમાં કુરિયર કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા બે યુવકોએ રવિવારે રાત્રે ઓફિસમાં ઘુસીને બબાલ કરી હતી.

નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા બે યુવકો પોતાના બીજા મિત્રો સાથે ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં હાજર મેનેજર અને સુપરવાઇઝરને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ઓફિસ બહાર આવીને કટ્ટામાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ આખો બનાવ ઓફિસની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. બબાલ કર્યા બાદ તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ અંગે મુરારા પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે આશરે આઠ વાગ્યે મુરારની મિલિટ્રી હૉસ્પિટલ ચોક પાસે મોટી બબાલ થઈ હતી. અહીં એક ખાનગી કુરિયર કંપનીમાં મેનેજર અનૂપ રાજાવત અને સુપરવાઇઝર મુરારી કુશવાહા બેઠા હતા. આ દરમિયાન આઠથી 10 યુવકો ઓફિસમાં ઘુસી આવ્યા હતા. અને તમામ લોકોએ બંને સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

હુમલો કર્યા બાદ હુમલાખોરો ત્યાંથી બહાર નીકળી ગયા હતા અને બહાર આવીને કટ્ટામાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મેનેજર અનૂપ રાજાવતના કહેવા મુજબ, હુમલો કરનાર વ્યક્તિઓમાં નીરજ રાણા અને આદિત્ય રાણા પણ શામેલ છે. આ બંનેને પાર્સલ પહોંચાડવામાં બેદરકારી દાખવવા બદલ ત્રણ દિવસ પહેલા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જેને લઈને બંનેએ પોતાના મિત્રો સાથે મળીને હુમલો કર્યો હતો.

મારપીટ અને હવામાં થયેલા ફાયરિંગનો આ બનાવ ઓફિસની અંદર અને બહાર ચોક પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ઓફિસની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મેનેજર અને સુપરવાઇઝર સાથે મારપીટ કરતા નીરજ રાણા અને આદિત્ય રાણા કેદ થયા છે. આ ઉપરાંત, હુમલાખોરો બહાર ચોકમાં આવીને હવામાં ફાયરિંગ કરતા પણ નજરે પડે છે.

આ દરમિયાન, ઓફિસ બહાર ઊભેલા કેટલાક વાહનોને પણ તેઓએ નીચે પાડી દીધા હોવાનું જોવા મળે છે. સીસીટીવીમાં હુમલો કરનાર કુલ 13 યુવક કેદ થયા છે. હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા બાદ આશરે અડધા કલાક પછી મારપીટનો શિકાર બનેલા મેનેજર અનૂપ અને સુપરવાઇઝર મુરારી દ્વારા કર્મચારીઓ સાથે મળીને મુરાર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. આ બંનેએ આરોપી નીરજ અને આદિત્ય રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હાલ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *