જુઓ વિડીયો: ન્યુ યર પાર્ટીમાં ન આવવા દીધા તો કર્યું ફાઈરિંગ, ગર્લફ્રેન્ડ સેન્ડલ લઈને મારવા દોડી

Published on Trishul News at 5:49 PM, Wed, 3 January 2024

Last modified on January 3rd, 2024 at 5:49 PM

Gwalior Firing News: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક પબમાં નવા વર્ષની પાર્ટીમાં એન્ટ્રી કરવામાં ના પાડવામાં આવતા યુવાનોનું એક જૂથ હિંસક બની ગયું હતું. વાયરલ વીડિયોમાં એક યુવક ગોળીબાર કરતો દેખાઈ રહ્યો છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેના સેન્ડલથી ગાર્ડ્સ પર હુમલો કરી રહી છે.

બુધવારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, મુખ્ય આરોપી, મુરેનાનો રહેવાસી અમનદીપ તોમર રાત્રે 11 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિટી સેન્ટર વિસ્તારમાં એક પબમાં ગયો હતો. 1 જાન્યુઆરીના રોજ પબમાં ભારે ભીડ હોવાથી બાઉન્સરોએ તેમને અંદર જવા દીધા ન હતા.

અમનદીપ તેની ગર્લફ્રેન્ડ અને તેના અન્ય બે મિત્રો સાથે આવ્યો હતો. જ્યારે ચારેયને ક્લબમાં એન્ટ્રી ન આપવામાં આવી ત્યારે યુવતી ગુસ્સે થઈ ગઈ અને તેણે ક્લબના ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું. યુવતીએ સેન્ડલથી ગાર્ડસને માર માર્યો હતો. ધમાલ કરતા જોઈને બાઉન્સરોએ આ લોકોએ ઘેરી લીધા. ત્યારબાદ યુવતીએ તેના બોયફ્રેન્ડને તેની પિસ્તોલ બહાર કાઢીને ફાયરિંગ કરવાનું કહ્યું હતું.

ઘટના બાદ ક્લબ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. CSP હિના ખાને કહ્યું કે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે. આરોપીઓની ઓળખ અમરદીપ, દેવેશ અને રાહુલ તરીકે થઈ છે. પોલીસે ત્રણેય સામે આર્મ્સ એક્ટ હેઠળ હુમલો અને ધાકધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

ફાયરિંગ બાદ ટોળાએ બે છોકરાઓને પકડી લીધા હતા. આ જોઈને યુવતીએ તેના સેન્ડલ છોડીને ભાગવા લાગી. ત્રીજા યુવકે પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી લીધો હતો. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જે હાલમાં વાઈરલ થઇ રહ્યો છે.

Be the first to comment on "જુઓ વિડીયો: ન્યુ યર પાર્ટીમાં ન આવવા દીધા તો કર્યું ફાઈરિંગ, ગર્લફ્રેન્ડ સેન્ડલ લઈને મારવા દોડી"

Leave a comment

Your email address will not be published.


*