ફટાકડાની ફેક્ટરીમાં થયો પ્રચંડ વિસ્ફોટ: 9 લોકો જીવતા ભડથું થયા, 3ની હાલત ગંભીર

9 killed in crackers factory fire in Maharashtra: મહારાષ્ટ્રના નાગપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોતના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાગપુરના બજારગાંવ ગામમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ થયો હતો.(9 killed in crackers factory fire in Maharashtra) સોલર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે આ ઘટના વિશે વાત કરતા કહ્યું કે, ‘નાગપુરના બજારગાંવ ગામમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટના કારણે નવ લોકોના મોત થયા છે. સોલર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હાલમાં, વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

જ્યારે અધિક પોલીસ અધિક્ષક ડો. સંદીપ પખાલેએ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં દારૂગોળો અને રસાયણો હોવાને કારણે જાનમાલના નુકસાનની આશંકા છે. આ વિસ્ફોટની ચોક્કસ તીવ્રતા હજુ સુધી બહાર આવી નથી. જાણવા મળ્યું છે કે મૃતકોમાં 6 પુરૂષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી છે અને પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે 9 વાગ્યે વિસ્ફોટ થયો હતો.

તમને જણાવી દઈએ કે સોલાર કંપની ભારતમાં ઘણી કંપનીઓને દારૂગોળો સપ્લાય કરે છે. તે જ સમયે, આ કંપની સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલીક કંપનીઓને દારૂગોળો સપ્લાય કરે છે. ‘વિસ્ફોટકો’માં મોટી માત્રામાં કેમિકલનો ઉપયોગ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ પેકિંગના કામ દરમિયાન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *