ભારત vs ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) મેચ દરમિયાન એક ભારતીય પ્રશંસકને મેદાનમાં ઘૂસવું મોંઘુ પડી ગયું હતું. તેને હવે 6.50 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. વાસ્તવમાં આ ઘટના કાલની મેચમાં 17મી ઓવરમાં બની હતી. જ્યારે હાર્દિક પંડ્યા 5મો બોલ ફેંકી રહ્યો હતો ત્યારે આ છોકરો મેદાનમાં આવ્યો અને સીધો રોહિત શર્મા પાસે પહોંચ્યો. અને ત્યાં આવીને તે રડવા લાગ્યો હતો.
A fan entered into a stadium during India vs zim match….#INDvsZIM #T20worldcup22 #T20WorldCup #SuryakumarYadav #semis #RohitSharma? #ViratKohli? follow for more tweets pic.twitter.com/fWvKNIky63
— Santoshgadili (@Santoshgadili3) November 6, 2022
સિક્યોરિટી ગાર્ડે તેને પકડી લીધો હતો અને તેને ખેંચીને લઇ જઈ રહ્યા હતા. પછી રોહિતે તેમને આરામથી બહાર લઈ જવા કહ્યું. થોડા સમય માટે મેચ રોકી દેવામાં આવી હતી. આ ફેન્સ વિશે હજુ વધુ માહિતી મળી શકી નથી. આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Here is a vieo of him … #INDvsZIM pic.twitter.com/cGsbO0uSVJ
— Sahil Makhija (@hangingbya_fred) November 6, 2022
ત્યારે સિક્યુરીટી તોડવા બદલ આ ભારતીય ચાહકને ૬.૫૦ લાખનો દંડ ફટકારવા આવ્યો છે. આવું પહેલીવાર બન્યું છે કે કોઈ ચાહકને આટલો મોટો દંડ ફટકાર્યો છે. ત્યારે આ ચાહકને દંડ ફટકારતા અન્ય લોકો વિચારી રહ્યા છે, કે ‘આ પહેલા પણ આવું થયું છે પણ ક્યારેય કોઈ દંડ નથી ફટકાર્યો, તો યુવકને શા માટે… અન્ય રમતોમાં પણ આવી અનેકવાર ઘટનાઓ બને છે છતાં શાંતિથી પતી જાય છે તો આ દંડ શું કામ…’ હવે જોવાનું એ રહ્યું કે, યુવક પાસેથી દંડની રકમ લેવામાં આવે છે કે, તેને માફ કરી દેવામાં આવે છે.
ચાહક પર દંડ જાહેર કરવાનો દુર્લભ કિસ્સો
તમે ચાહકોને બળજબરીથી મેદાનમાં પ્રવેશતા જોયા હશે. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં સુરક્ષાકર્મીઓ તે ચાહકને પકડીને મેદાનની બહાર લઇ જાય છે, પરંતુ ફેન પર દંડ ફટકારવાનો આ કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે. જો કે ઓસ્ટ્રેલિયામાં આ સામાન્ય છે, એમસીજી મેનેજમેન્ટે તેને પ્રથમ વખત જાહેર કર્યું છે.
દંડની રકમ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમના મોટા સ્કોર બોર્ડ પર પણ દર્શાવવામાં આવી હતી. મેદાનની સુરક્ષામાં અવરોધ ઉભો કરવા બદલ એક યુવાન ચાહકને દંડ ફટકારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ફેન્સે આના પર સવાલો ઉઠાવ્યા છે. કેટલાક સોશિયલ ફેન્સે લખ્યું- ‘યુવાન આટલો ભારે દંડ કેવી રીતે ચૂકવશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.