જૂનાગઢમાં ગૌમાતા અને સિંહણ વચ્ચે જામી લડાઈ- વિડીયોમાં જુઓ કોની જીત થઇ

ગુજરાત(Gujarat): રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ગીર જંગલની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા માટે આવતા સિંહના બનાવો સામાન્ય બની ચુક્યા છે. જંગલ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ ઘુસી આવે છે અને પશુઓનો શિકાર કરે છે. પરંતુ, જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામમાં 21 તારીખના રોજ રાત્રિના શિકારની શોધમાં ઘૂસી આવેલા સિંહ અને સિંહણની જોડી એક બળદનો શિકાર નહોતી કરી શકે. આ સિંહ અને સિંહણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સિંહ-સિંહણની જોડી પણ એક બળદનો શિકાર કરવામાં નિષ્ફળ રહેતા સમગ્ર પંથક અને વિડીયો જોનારોમાં આશ્ચર્ય ફેલાયું છે.

મોટા હડમિતાયા ગામમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે, સિંહ અને સિંહણની જોડી ગામમાં શિકારની શોધમાં આવે છે અને ત્યારે ગામમાં ફરી રહેલા એક ગાય માતા સામે તેમનો સામનો થાય છે. સતત ત્રણ મિનિટ સુધી સિંહ અને સિંહણ ગાય માતા પર હુમલાનો પ્રયાસ કરે છે. પરંતુ, ઠંડીથી બચવા ગાય પર કંતાન અને ગોદળા ઢાંકેલા હોવાના કારણે સિંહ અને સિંહણ શિકાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ ગાય માતાએ હોકારા કરવાનું ચાલુ રાખ્યા હતા. જેના કારણે સિંહ અને સિંહણ પણ પોતાનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. ત્રણ મિનિટ સુધી જીવન-મરણનો જંગ ચાલ્યા બાદ ગાય માતા શેરીની અંદર જતી રહે છે, સિંહ-સિંહણ પણ તેની પાછળ ત્યાંથી જતાં રહે છે. જો કે, ગાયનો શિકાર કરી શક્યા ન હતા.

સિંહ-સિંહણ એક ગાયનો શિકાર ના કરી શકતા શિકારની શોધમાં ફરતા સિંહ ગમે તે બળિયા પશુનો આસાનીથી શિકાર કરી લેતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ, 21મી તારીખના રોજ મોટા હડમતિયા ગામમાં સિંહ અને સિંહણ એક ગાયનો શિકાર ના કરી શકતા સિંહપ્રેમીઓમાં આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટના ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *