એક કળયુગી દીકરાએ જ તેની માતાને અસહ્ય માર માર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ ફક્ત એટલુ જ હતું કે, તેની માતાએ તેની પાસે પૈસાનો હિસાબ માંગ્યો હતો. આ વાતથી પુત્ર ગુસ્સામાં આવી ગયો અને માતાને નિર્દયતાથી મારવા લાગ્યો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષની લાગણી છવાઈ હતી.
વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, પીડિતાનો પુત્ર તેની જ માતાના વાળ ખેચી રહ્યો છે. તેને રસ્તા પર ઢસડીને લાત અને ઘુસા મારી રહ્યો છે. આ કળયુગી પુત્રના આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલ મહિલાની ફરિયાદના આધારે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
કળયુગનો દાનવ દીકરો, માતાને લાત-ઘુસા મારી વાળ પડકી જમીન પર પછાડી… -વિડીયો જોઈ રુવાડા બેઠા થઇ જશે#uttar_pradesh #maharajganj #viral #video #સોશિયલ_મીડિયા #news #trishulnews pic.twitter.com/H07q1V1stJ
— Trishul News (@TrishulNews) November 28, 2022
મળતી માહિતી મુજબ, માતાએ પોતાનું ખેતર ભાડે આપ્યું હતું. જ્યારે પાક તૈયાર થઈ ગયો ત્યારે તેમનો ભાગ આપવા ભાગીદાર તેમના ઘરે આવ્યો હતો. પરંતુ પીડિત માતા ન દેખાતા ભાગીદારે તેમના દીકરાને બધા રૂપિયા આપી દીધા અને કહ્યું ‘તમારા મમ્મી આવે તેમને આપી દેજો’
પીડિત માતાનો આરોપ છે કે, જ્યારે મને ખબર પડી કે ભાગીદારે મારા દીકરાને પૈસા આપ્યા છે, ત્યારે મેં રૂપિયા માંગવાનુંશરૂ કર્યું. આ વાતથી પુત્ર ગુસ્સે થઈ ગયો અને માતા સાથે મારપીટ કરવા લાગ્યો. ઝઘડાનો આખો વિડિયો નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેને સોશિયલ મીડિયા પર વાયરલ છે. આરોપી પુત્રની સોના-ચાંદીની દુકાન છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પુત્ર તેની માતાના વાળ ખેંચીને તેને ઘરની બહાર ઢસડીને લાવે છે અને પછી તેને માર મારવા લાગે છે. આ દરમિયાન કેટલાક લોકો તેને બચાવવા પણ આવે છે, પરંતુ આરોપી તેમની સાથે પણ મારપીટ કરવા લાગે છે. જ્યારે મહિલા ઉભી થવા જાય છે, ત્યાં તો તેને ફરીથી ખેંચીને રસ્તા પર ફેંકી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.