જન્મ આપનારી માતાએ જ ભગવાનને કહ્યું “મારી દીકરીને ક્યારેય માં ન બનાવતા” -જાણો એવી તો શું મજબૂરી હશે

દુનિયામાં માનવથી લઈને પ્રાણી-પક્ષી દરેક જીવોને જોઈ લો, કોઈ પણ બાળકને તેની માતા કરતા વધુ પ્રેમ કોઈ નહિ કરતુ હોય. માતાનો પ્રેમ ઇતહાસમાં જ નહિ…

દુનિયામાં માનવથી લઈને પ્રાણી-પક્ષી દરેક જીવોને જોઈ લો, કોઈ પણ બાળકને તેની માતા કરતા વધુ પ્રેમ કોઈ નહિ કરતુ હોય. માતાનો પ્રેમ ઇતહાસમાં જ નહિ પરંતુ આવનારા સેકંડો વર્ષો સુધી પણ અમર રહેશે. માતાના અહિતમાં પણ માતાનું પોતાના સંતાનો પ્રત્યે હિત છુપાયેલું હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે, જેના વિષે જાણી તમારી આંખો પણ ભીની થઇ જશે.

એક માતાએ ભગવાનને પ્રાથના કરતા કહ્યું- હે ભગવાન, મારી દીકરીને ક્યારેય માસિક ન આવે, તેના ક્યારેય લગ્ન ન થાય, અને તે ક્યારેય માતા ન બને. દુનિયાની કોઈ માતા આવું ઈચ્છશે નહીં, હું પણ નથી ઈચ્છતી, પણ શું કરું હું મજબૂર છું. 12 વર્ષથી મારા માટે દિવસ અને રાત એક થઇ ગયા છે. જો થોડી સેકેંડ પણ આંખ બંધ કરું છું, તો હું ચોંકી જાઉં છું, મને ડર લાગે છે.”

વાસ્તવમાં દિલ્હીના રહેવાસી સાધના બહેનના ઘરે બે દીકરીઓ છે. તેમના પતિ ખાનગી નોકરી કરે છે. એક દીકરી 26 વર્ષની અને બીજી 14 વર્ષની છે. બંને દીકરીઓના જન્મથી પરિવાર ખુબ ખુશ હતો. પરંતુ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ આ જ ખુશી દુઃખમાં પરીણમવા લાવી. સાધના બહેનની નાની દીકરી યુક્તિ જન્મથી જ મગજથી દિવ્યાંગ હતી.

સાધના બહેન જણાવે છે કે, 29મી એપ્રિલ 2008ના રોજ યુક્તિનો જન્મ થયો. યુક્તિ સાત મહિનાની થઇ ત્યારે થોડું થોડું ચાલતા શીખી. ત્યારે તે ખુબ ઓછું બોલતી. ત્યારે બધું જ બરાબર હતું. જયારે અઢી વર્ષની થઇ ત્યારે મારું દૂધ પીવડાવવાનું બંધ કરી દીધું અને બધું જ ખાવા લાગી. તેની તમામ પ્રવૃત્તિઓ સામાન્ય બાળકો જેવી હતી, પરંતુ તેણે હજુ પણ બોલવાનું શરૂ કર્યું ન હતું.

દીકરીના ના બોલતા સાધના બેન દીકરીને લઈને હોસ્પિટલ પહોચ્યા. અને ડોકટરે પણ કહ્યું બધું જ બરાબર છે. પછી પણ આ કર્મ ચાલુ જ રહ્યો. તે મોટી તો થતી હતી પણ કઈ બોલી શકતી ન હતી. જયારે શાળામાં બેસાડી ત્યારે શાળાના શિક્ષકોએ ફરિયાદ કરી, ‘આને અહિયાથી કાઢી નાખો. કારણ કે, શાળામાં અજીબ વર્તન કરે છે. અચાનક દોડવા લાગે છે, અચાનક બારી પર ચઢી જાય છે, અચાનક ચીસો પાડે છે…’ આ બધું સાંભળી સાઘના બહેન ચોંકી ઉઠ્યા.

દરેક નુસખા અપનાવી છેલ્લે દીકરીનું મઆરઆઈ કરાવ્યું. જેમાં જાણવા મળ્યું કે, તેણીના મગજમાં ફોલ્લો છે. ડોકટરો પાસે પણ દીકરીનો કોઈ ઈલાજ નહોતો. માતાને કઈ સમજાતું નહોતું કે આ બધું શું થઇ રહ્યું છે. સમય જતા સાધના બહેનને ખબર પડી કે, મારી પુત્રી ઓટીસ્ટીક છે. આવા બાળકો જન્મથી જ મનથી નબળા હોય છે. તેમના શરીરનો વિકાસ થાય છે, પરંતુ મન એક જ રહે છે. આ જ કારણ છે કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે.

સાધના બહેન જણાવતા કહે છે કે, ‘યુક્તિ હવે 14 વર્ષની થઈ ગઈ છે. તેના શરીરમાં બદલાવ આવવા લાગ્યા છે. માસિક ધર્મ ગમે ત્યારે શરૂ થઈ શકે છે, પરંતુ દરેક ક્ષણે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી દીકરીને માસિક ધર્મ ન આવે. આવી સ્થિતિમાં યુક્તિ પોતાની જાતને કેવી રીતે સંભાળશે? બહારની દુનિયા ખૂબ જ ખરાબ છે. કોઈના પર વિશ્વાસ કરી શકાતો નથી. મને ડર છે કે મારી બાળકી સાથે કંઈક ખોટું થઈ શકે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *