સુરતમાં લજવાણી માનવતા: કાપડના વેપારીને અર્ધનગ્ન કરીને આખા માર્કેટમાં ફેરવ્યો- જાણો કારણ

સુરત(ગુજરાત): માનવતાને લજવતી એક ઘટના સુરતમાંથી સામે આવી છે. એક વેપારીને કાપડ માર્કેટમાં અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવવામાં આવ્યો…

સુરત(ગુજરાત): માનવતાને લજવતી એક ઘટના સુરતમાંથી સામે આવી છે. એક વેપારીને કાપડ માર્કેટમાં અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ટીટી માર્કેટ પાસેનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો વાઇરલ થતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ટેક્સટાઈલ હબ તરીકે સુરત ઓળખાય છે અને મોટી સંખ્યામાં સલાબતપુરા વિસ્તારમાં કાપડ માર્કેટ્સ આવેલી છે. પોલીસ મથકમાં કાપડના વેપારીઓ સાથે રોજની લાખો કરોડોની ઠગાઈ થઇ હોવાની ફરિયાદ પણ નોંધાઈ રહી છે, પરંતુ આની વચ્ચે માનવતાને લજવતો બનાવ જોવા મળ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી તેને આખી માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. સૂત્ર દ્રારા જાણવા મળ્યું હતું કે, તામિલનાડુના વેપારીએ નાણાં નહીં ચૂકવી ઠગાઈ કરતાં આવી રીતે તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. આ વીડિયો સેશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે તપાસ શરુ કરી છે.

મોટી સંખ્યામાં લોકો માર્કેટમાં હાજર હતા, પરંતુ આ કૃત્યને કોઈએ પણ રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. વેપારીને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવવામાં આવતાં કાપડના વેપારીમાં ચકચાર મચી જવા પામી છે.  આ ઘટનાને ખુદ કાપડના વેપારીઓ વખોડી રહ્યા છે.

આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. આ પ્રકારની ઘટના માનવતાને નેવે મૂકી ખૂબ જ દુઃખદ છે. ભોગ બનનાર લોકો પોલીસનો સહારો લઇ શકતા હતા, પરંતુ આવી રીતે માનવતાને લજવવી ખૂબ જ નિંદનીય બાબત છે. ત્યારે  પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ વીડિયો વાઇરલ થયા બાદ તપાસ શરૂ કરી છે.

રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. ભોગ બનનાર વેપારી તામિલનાડુનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આવું કૃત્ય ન કરવું જોઈએ, પરંતુ ઘણીવાર બહારગામના વેપારીઓ કાપડનો માલ ખરીદી તેનાં નાણાં ચૂકવતાં નથી અને વેપારીઓને લોહીના આંસુઓએ રડાવે છે, પરંતુ સુરતમાં જે આજે ઘટના બની છે એ બનવી ન જોઈએ. ઘણા સમયથી અમારી ફોસ્ટા સંસ્થા ઈકોનોમિક સેલ રિંગરોડ ખાતે ખોલવાની માગ કરી રહ્યા છે. જેથી સુરતના વેપારીઓ જો ઠગાઈનો ભોગ બને તો ત્યાં ફરિયાદ કરી શકે, પરંતુ ઘણીવાર વેપારીઓ ઠગાઈનો ભોગ બને છે અને રોષમાં આવી આ પ્રકારનું કૃત્ય કરે છે, પરંતુ આવી ઘટના ખૂબ જ નિંદનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *