કોઈપણ વૈજ્ઞાનિક પુરાવા વગર જ સ્વાસ્થ્ય વિભાગે કરોડો ગુજરાતીઓને આપી આ દવા

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ મહામારીની અસર તમામ રાજ્યની સાથે જ ગુજરાત રાજ્યને પણ ઘણી થઈ છે. હાલમાં તમામ ગુજરાતીઓને ચિંતામાં મૂકી દે એવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગનું જણાવવું છે, કે આ વિભાગે રોગનિરોધક તરીકે હોમિયોપેથીક દવા આર્સેનિકમ એલ્બમ-30 દવાને માર્ચમાં કોરોના મહામારીનાં પ્રકોપ બાદથી જ રાજ્યની અડધાથી વધુ લોકોમાં વિતરણ પણ કરેલું છે.

રાજ્યમાં કોરોના વાયરસની રોકથામ નીતિ પર 20 ઓગસ્ટનાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સામે આપેલ પોતાની પ્રસ્તુતિમાં રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જણાવતાં કહ્યું હતું, કે વિભાગે રાજ્યનાં અંદાજે કુલ 3.48 કરોડ લોકોમાં આર્સેનિકમ એલ્બમ-30નું વિતરણ કર્યું હતું.

જો, કે કોઇ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી કે આ દવા કોરોના મહામારીની સારવાર માટે મદદરૂપ છે.રાજ્ય સરકાર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે, કે આયુષ એટલે કે આયુર્વેદ, યોગ તથા નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ તેમજ હોમિયોપેથીનો ફાયદો ઉઠાવનાર કુલ 99.6% લોકો ક્વોરોન્ટાઇન વખતે આ દવાનાં પ્રયોગ પછી સંક્રમણથી મુક્ત પણ થઇ ગયા.

મીડિયાની સાથે શેર કરેલ પોતાંની પ્રસ્તુતિમાં સ્વાસ્થ્ય વિભાગે જ્નાવ્ત્સ કહ્યું, આયુષ હેઠળ આપવામાં આવેલ સલાહ પ્રતિરક્ષા વધારવામાં પણ ઘણી મદદગાર થઇ છે. આયુષ ઉપચારની ઇફેક્ટિવિટીનું આંકલન કરવાં માટે એક રિસર્ચ પણ કરવામાં આવી હતી.

વિભાગે જણાવતાં કહ્યું હતું, કુલ 33,268 લોકો આઇસોલેશન પીરિયડમાં આયુષ દવાઓનો લાભ લીધો હતો. જેમાંથી ઘણાં લોકોએ હોમિયોપેથીકની દવાનો લાભ ઉઠાવ્યો હતો. રાજયનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવતાં કહ્યું, કે આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતાને લઇને વિશ્વાસ હતો. કારણ કે જે હજારો લોકોને આર્સેનિકમ એલ્બમ-30 આપવામાં આવી હતી. એમાંથી કુલ 99.69% લોકો કોરોના વાયરસનાં સંક્રમણથી મુક્ત પણ થઇ ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *