જીલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને મોરબી જીલ્લાના પોલીસ હેડ કવાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા પોલીસ જવાને પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક અનિલ દાનાભાઈ ડાભી નામના આ જવાનને ચૂંટણીની ફરજમાં આવેલા ખર્ચના ઓબ્જર્વર સાથે મૂકવામાં આવ્યો હતો જેથી તેની પાસે સર્વિસ પિસ્તોલ હતી. જેના પગલે પોતાના જ લમણે ગોળી મારીને તેને ગત મોડી રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેના ઘરે સાપકડા ગામે આપઘાત કરી લેતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.
હળવદના સાપકડા ગામે રહેતા પોલીસ જવાન અનિલ દાનાભાઈ ડાભી (ઉમર વર્ષ 28) કે જે મોરબી જિલ્લા પોલીસમાં હેડ કવાટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં મોરબીમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં મૂકવામાં આવેલા ખર્ચના ઓબઝર્વર સાથે તેઓની સલામતી માટે સરકારી હથિયાર સાથે મૂકવામાં આવ્યા હતા.
8 નવેમ્બરને રવિવારના રોજ તેના ગામ હળવદના સાપકડા મુકામે રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેના રૂમમાં તેની પાસે રહેલ સર્વીસ પિસ્તોલમાંથી માથાના ભાગે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે. જેથી નાના એવા ગામમાં અને સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
આપઘાતના આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો અને પરીવારજનો અનિલના રૂમમાં ગયા હતા ત્યારે તે લોહી નીતરતી હાલતમાં મળી આવ્યા હતા. પિસ્ટલમાંથી ગોળી એકદમ નજીકથી મરવામાં આવી હોવાથી માથાના આરપાર ગોળી નીકળી ગઈ હતી. દરવાજામાંથી ગોળી બહાર સુધી ગઈ હોવાનું ઘરના લોકોએ જણાવ્યુ છે.
મૃતક જવાન અનિલ ડાભીના પરીવારજનોમાં માઁ-બાપ એક ભાઈ, એક બેન છે. અનિલના લગ્ન બે વર્ષ પુર્વે લખતરના ધણાદ ગામે થયા હતા. અનિલ ડાભીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેના પત્ની પીયરમાં છે તેવું પણ પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. જો કે આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે હજુ સ્પષ્ટ થયું નથી. આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, હળવદ પી.આઈ પી.એમ. દેકાવાડીયા સહિતના તેના ઘરે પહોચી ગયા હતા.
મોરબી જીલ્લામાં પોલીસ જવાને પોતાના જ ઘરમાં પોતાની જ સર્વીસ પિસ્તોલમાંથી માથાના ભાગે લમણે ગોળી ધરબીને આપઘાત કરી લેતા નાના એવા સાપકડા ગામ અને મોરબી પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને ચૂંટણી ફરજમાં રોકાયેલ જવાને આપઘાત કર્યો હોવાથી અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે. આ જવાનની પત્ની હાલમાં માવતરે હોવાથી અનિલ ડાભીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle