દિવ્યાંગ હોવાં છતાં બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ તો અભિનેતાએ આપ્યો એવો જવાબ કે… -જુઓ વિડીયો

કોરોનાકાળમાં બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ જરૂરિયાતમંદ લોકોની મદદે આવી રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોનાકાળમાં લોકોની માટે મસીહા બનીને સામે આવ્યો રિયલ હીરો અભિનેતા સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આવા લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તથા લોકો પણ એની પ્રશંસા કરતાં થાકતા નથી.

પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને જોયા પછી તે ભાવૂક થઇ ગયો હતો. આ વીડિયોમાં એક દિવ્યાંગ બાળક તેનાં મોં માં પેઇન્ટ બ્રશ પકડીને સોનૂ સૂદનો સ્કેચ બનાવી રહ્યો છે.

સોનૂ સૂદ દ્વારા તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. બાળકોની ધગશ જોયા પછી તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, ‘હૃદય સ્પર્શી, આપની સાથે ખુબ ઝડપથી જ મુલાકાત થશે.

સોનૂ સૂદનો આ અંદાજ તેનાં ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. સોનૂની આ પોસ્ટ ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. કમેન્ટ બોક્સમાં પણ ફેન્સ જ્યાં આ બાળકોની પ્રશંસા કરી રહ્યાં છે તો સોનૂ સૂદનાં પણ એટલાં જ વખાણ થઇ રહ્યાં છે. જેમાં આ માસૂમે અકસ્માતમાં તેનાં બંને હાથ-પગ ગુમાવ્યા હતાં.

માત્ર 9 વર્ષીય નાના બાળકનું નામ મધુ કુમાર છે. મધુ તેલંગાનાનાં મેડલ જિલ્લાનો રહેવાસી છે. તેની કહાની સૌનાં હૃદયસ્પર્શી છે. હાથ-પગ બંને ગુમાવવા છતા મધુ તેનાં મોં માંથી પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરતા હોય છે તથા તેનાંથી શાનદાર ચિત્ર દોરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *