ધૂળ માંથી આ યુવકે તૈયાર કરી હનુમાનજીની વિશાળ તસ્વીર, યુવકની કળા તમારું મન મોહી લેશે- જુઓ વિડીયો

આખી દુનિયામાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. ઘણીવાર આવા કલાકારોની અદભૂત કળા સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેને જોઈને ક્યારેક પોતાની આંખો પર વિશ્વાસ…

આખી દુનિયામાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. ઘણીવાર આવા કલાકારોની અદભૂત કળા સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેને જોઈને ક્યારેક પોતાની આંખો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત કલાકારો તેમની આવી જબરદસ્ત આર્ટવર્કને લોકોની સામે લાવે છે, જેને જોઈને અસલી નકલી વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે. હાલમાં જ આવો જ એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં આવા જ એક કલાકાર ભગવાન શ્રી રામના પ્રિય ભક્ત પવનસુત હનુમાનજીની તસવીર તૈયાર કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ કલાકારે આટલી અદભુત આર્ટવર્કથી આ તસવીર તૈયાર કરી છે જે કરવું ઘણું મુશ્કેલ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘરની છત પર ઉભો છે. જ્યાં દૂર દૂર સુધી હરિયાળી અને ખેતરો દેખાય છે. આ દરમિયાન એક ટબમાં માટી લાવે છે, જેને તે છત પર ફેલાવે છે. આ પછી, વ્યક્તિ ધીમે ધીમે ચહેરો બનાવતી વખતે બજરંગબલીની સંપૂર્ણ તસવીર બનાવે છે, જેને જોઈને જોનારા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. વિડિયો ખરેખર હૃદય સ્પર્શી છે. વીડિયોમાં કલાકારનો જાદુ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા પછી તમે પણ કલાકારના કામના વખાણ કરતાં થાકશો નહીં. જો કે કલાકારોની અદભૂત કળા ઇન્ટરનેટ પર જોવા મળતી રહે છે, પરંતુ આ વીડિયોમાં કલાકારની કળા ખરેખર આશ્ચર્યજનક છે.

ખરેખર કહેવાય છે કે, ભગવાન દરેક વ્યક્તિમાં કઈક ને કઈક કળા અથવા શક્તિ આપે જ છે. પરંતુ મહાન એ જ વ્યક્તિ બને છે જે પોતાને મળેલી આ અનોખી શક્તિને પારખી શકે, ઓળખી શકે… આ યુવકની કળા જોઇને પણ એવું લાગે છે કે, બજરંગબલીએ આ યુવકમાં આવી જ કઈક અનોખી શક્તિ આપી હશે, ત્યારે જ આ યુવક અસાધારણ કાર્ય કરવા સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *