AAP ના યુવા નેતા અલ્પેશ કથીરિયાની હાજરીમાં યોજાઈ ભવ્ય ‘વિજય સંકલ્પ રેલી’ -ઉમેદવારી પત્ર ભરીને નોંધાવી દાવેદારી 

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી પૂરા જોર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી ચુકી છે. વરાછા રોડ વિધાનસભાના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ પણ વરાછા રોડ વિધાનસભાથી ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરતા પહેલા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય સંકલ્પ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજય સંકલ્પ રેલીમાં અલ્પેશ કથીરિયાએ જનતાના આશીર્વાદ લીધા હતા સાથે સાથે અલ્પેશ કથીરિયાએ લોકોને ભાજપના કુસાશનમાંથી મુક્તિ અપાવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો.

‘વિજય સંકલ્પ રેલી’ બાદ અલ્પેશ કથીરિયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ફૂલોનો હાર પહેરીને ઢોલ નગારાની સાથે અલ્પેશ કથીરિયા ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાની સાથે હજારો કાર્યકર્તાઓએ જોડાયા હતા. ચૂંટણી પહેલા જ જાણે જંગ જીતી લીધો હોય તેવી ખુશી કાર્યકર્તાઓમાં જોવા મળી હતી. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી હતી.

આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ મિડીયાનો સંબોધિત કરતા કહ્યું હતું કે, આજનો જે માહોલ છે, જનતાનો જે પ્રેમ છે એ ખૂબ સારો મળી રહ્યો છે અને જનતા ઈચ્છી રહી છે કે પરિવર્તન આવે. કુમારભાઈ અગાઉ પણ લડતા હતા અને આજે પણ લડે છે અને અમારા વડીલ છે. એમના પણ આશીર્વાદ લઈશું, પરંતુ હવે એમની ઉંમર થઈ ગઈ છે અને લોકો ચાહે છે કે કુમાર કાકા ઘરે બેસીને આરામ કરે.

વરાછા વિસ્તારમાં આપ જનતા જનાર્દનનો પ્રેમ જોઈ રહ્યા છો. મહિલાઓ, બેરોજગારો અને યુવાનો સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સુવિધાઓ નથી, સરકારી કોલેજો નથી. દેશ આઝાદ થયો એના 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજી પણ પાયાની સુવિધાઓથી લોકો વંચિત છે. લોકોમાં ખૂબ રોષ છે અને લોકો આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારોને ખૂબ સમર્થન આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *