Hanuman Ji Name Mythological Story: હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે, હનુમાન ભગવાન એવા દેવ છે, જેમની પૂજા કરવાથી મોટામાં મોટા અવરોધો પણ તરત દૂર થઈ જાય છે. બજરંગબલીને કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જલ્દી ફળ મળે છે તેવું કહેવાય છે. હનુમાનજીની પૂજા કરવાથી શનિના ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, હનુમાનજી તેમના ભક્તોના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર કરે છે. ભગવાન હનુમાનનું નામ લેવાથી મોટી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
એવું કહેવાય છે કે, માત્ર ભગવાન હનુમાનના નામનો જાપ કરવાથી વ્યક્તિ સાંસારિક સુખ પ્રાપ્ત કરે છે. હનુમાનને બજરંગબલી, અંજનીપુત્ર, પવનપુત્ર, રામભક્ત જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, મારુતિ નંદનનું નામ હનુમાન કેવી રીતે પડ્યું…
એક દંતકથા અનુસાર, હનુમાનજીનું બાળપણનું નામ મારુતિ હતું. એક દિવસ મારુતિ નંદન ઊંઘમાંથી જાગી ગયા અને તેને ખૂબ ભૂખ લાગી. તેઓએ નજીકના ઝાડ પર લાલ પાકેલા ફળ જોયા અને તે ખાવા માટે નીકળ્યા. હકીકતમાં, મારુતિ જેને લાલ પાકેલા ફળ માનતા હતા તે ‘સૂર્યદેવ’ હતા.
તે અમાવસ્યાનો દિવસ હતો અને રાહુ સૂર્ય ગ્રહણ કરવાનો હતો, પરંતુ તે સૂર્ય ગ્રહણ કરે તે પહેલા જ મારુતિ નંદનએ સૂર્યને ગળી ગયા. રાહુ સમજી ન શક્યા કે, શું થઈ રહ્યું છે? તેણે ઈન્દ્ર પાસે મદદ માંગી. જ્યારે મારુતિ નંદનએ ઈન્દ્રની વારંવાર વિનંતી કરવા છતાં સૂર્ય ભગવાનને મુક્ત ન કર્યા, ત્યારે ઈન્દ્રએ તેમના ચહેરા પર વીજળી વડે પ્રહાર કર્યો, જેનાથી સૂર્ય ભગવાન મુક્ત થઈ ગયા.
વીજળીના હુમલાથી પવનનો પુત્ર બેભાન થઈને ધરતી પર પડી ગયો અને તેની હડપચી વાંકાચૂકી થઈ ગઈ. જ્યારે પવનદેવને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થયા. તેણે પોતાની શક્તિથી સમગ્ર વિશ્વમાં હવાનો પ્રવાહ બંધ કરી દીધો, જેના પરિણામે પૃથ્વી પરના જીવોમાં આતંક મચી ગયો.
આ વિનાશને રોકવા માટે, બધા દેવતાઓ પવન દેવને વિનંતી કરવા આવ્યા કે, તેઓ પોતાનો ક્રોધ છોડી દે અને પૃથ્વી પર જીવન માટે હવા વહેવા દે. પવનદેવને પ્રસન્ન કરવા માટે તમામ દેવતાઓએ બાળ હનુમાનજીને તેમની પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યા અને અનેક વરદાન પણ આપ્યા.
દેવતાઓના આશીર્વાદથી બાળક હનુમાન વધુ શક્તિશાળી બની ગયા, પરંતુ વીજળીના કારણે તેમના મુખનો આકાર બદલાઈ ગયો, જેના કારણે તેમનું નામ પડ્યું હનુમાન. “જય હનુમાનજી”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube