આજે આપણે સૌથી ઉત્સાહપૂર્વક આનંદની અનુભૂતિ કરવા જઈ રહ્યા છીએ જેને પછી તમારી જિંદગી એક ખૂબસૂરત જિંદગીમાં બદલાઈ જશે. આજે તે પણ સ્પષ્ટ થઇ જશે કે, પૈસા નહિ પરંતુ સમય ખુશ રહેવા માટે ઉપયોગી છે. કોઈપણ સામાન્ય માણસ ની જેમ દીપિકાના જીવનમાં પણ પૈસા નો ખૂબ જ હતો પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં તેણે શીખી લીધું કે, ખુશી પૈસાથી નહિ પરંતુ ખુશી પોતાની સાથે અથવા આપણા પરિવાર સાથે રહેવાથી મળે છે.
પૈસા કે સમય કોને આપશો મહત્વ?
યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનો પરિણામ ખૂબ જ રસપ્રદ છે. અભ્યાસમાં ગ્રેજ્યુએશન કરી રહેલા એક હજાર વિદ્યાર્થીઓ અને પૂછવામાં આવ્યું કે, તે સમયને વધુ મહત્વ આપે છે કે પૈસાને? આ દરમિયાન 60 ટકા વિદ્યાર્થીઓએ જવાબમાં સમયને વધુ મહત્વ આપવા અંગે જણાવ્યું હતું. પરંતુ માત્ર ૪૦ ટકા વિદ્યાર્થીઓએ પૈસા ને વધુ મહત્વ આપવા અંગે જણાવ્યું હતું.
ગ્રેજુએશન પછીના જવાબો
હેપ્પીનેસની સ્કેલ પર વર્ગની આનંદ અને તે પછીના વર્ષો પછી અને તે 1 વર્ષ પછી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વધુ બાળકોએ પૈસા ને વધુ મહત્વ આપ્યું. તેમના જિંદગીમાં આનંદ ઓછો હતો.જો તમે જીવનમાં ફક્ત પૈસા કમાવવા માટે ભાગળ કરતા હોવ તો તેની અસર તમારા મેન્ટલ હેલ્થ પર પણ પડે છે દુનિયાભરમાં થયેલા દરેક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, જો તમારી પાસે તમારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૈસા હોય તો તમારે ખુશ રહેવું જોઈએ પરંતુ જો તમારી પાસે વધુ પૈસા હોય તો તેનો મતલબ એ નથી કે તમારી ખુશી માત્ર પૈસામાં જ રહેલી છે.
કેન્સર જેવી બિમારીનું કારણ બની શકે છે દુઃખ
મનોવૈજ્ઞાનિક ભાવના વર્માએ જણાવ્યું કે જ્યારે આપણે આપણા માટે અથવા આપણા પરિવારના લોકો માટે સમય કાઢે છે ત્યારે આપણને સૌથી વધુ ખુશી મળતી હોય છે. જીવનમાં ખુશી સૌથી વધુ મહત્વ રાખે છે કારણ કે જ્યારે આપણે ખુશ રહીએ છીએ ત્યારે આપણા શરીરમાં હાર્મોન્સ રિલીઝ થાય છે. જે આપણા અંદર રહેલા તત્વો ને પણ ખુશ રાખે છે.જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાંથી એવા હાર્મોન રિલીઝ થાય છે કે જેના કારણે હદયની બીમારી લઈને કેન્સર સુધીની અનેક બીમારીઓ થઈ શકે છે
આવા સમયે લોકો હોય છે સૌથી વધુ ખુશ
સંશોધન દરમિયાન અમેરિકાના બાર હજાર લોકો ઉપર એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું કે, પોતાના એકાઉન્ટ માં કેટલા પૈસા છે તે વાતને લઇ વધુ ફરક પડતો નથી.પરંતુ હાથમાં થોડાક રૂપિયા હોય અને તે રૂપિયાથી તમે તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકતા હોવ તેનાથી તમે સૌથી વધુ સંતુષ્ટ અને ખુશ રહી શકો છો.
એક રિસર્ચ દરમિયાન તે પણ જાણવા મળ્યું કે,તે વાત પણ તમારા ખુશી માટે જવાબદાર હોય છે કે તમારી પાસે રહેલા પૈસા તમે કઈ જગ્યાએ ખર્ચ કરી રહ્યા છો. જો તમે મેટ્રિલિસ્ટિક વસ્તુઓમાં સૌથી વધુ પૈસાનો ખર્ચ કરી રહ્યા હોય તો તમે ખુશીના લેવામાં ખૂબ જ નીચે છો. પરંતુ જો તમે આજ પૈસાનો ઉપયોગ અનુભવ માટે ખર્ચ કરતા હોવ જેમકે ફરવા જવું, મિત્રો અથવા પરિવાર સાથે નાના-મોટા ટ્રિપ પર જવું, કોઈ સારી એવી જગ્યાએ જઈને ભોજન કરવું આ બધી વાતો તમારી ખુશીમાં વધારો કરશે
સુખી થાઓ?
હવે સવાલ એ છે કે, ખુશ કઈ રીતે રહી શકાય? દરેક લોકો ખુશ રહેવા માંગે છે પરંતુ એ નથી જાણતા કે ખરેખર એ ખુશી કઈ રીતે મળી શકે છે? 2013માં એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જો તમને અજાણ્યા વ્યક્તિઓ થી વાત કરવા માં ખુશી મળતી હોય તો તમારે અજાણ્યા વ્યક્તિઓ સાથે વાત કરવાનું શરૂ કરી દેવું જોઈએ. વ્યક્તિ તો અને મનોવૈજ્ઞાનિક ના અભ્યાસ દરમ્યાન જણાવવાનું કે જૂની યાદો મોટાભાગે લોકોને ખુશ રાખતી હોય છે. આ સમયમાં તમે તમારી જૂની યાદો પણ સંભાળી શકો છો જેના કારણે તમે ખુશ રહી શકો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle