CSKનો આ દિગ્ગજ ખેલાડી IPL રમવા દુબઈ જશે નહિ- અચાનક આવ્યા દુઃખના સમાચાર

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે તમામ લોકોનાં ધંધા પણ ભાંગી પડ્યા છે. થોડાં દિવસ પહેલાં જ સમાચાર સામે આવ્યા હતાં કે આ વર્ષે મહામારીને કારણે IPL નું આયોજન થશે નહી પરંતુ IPL નું આયોજન થવા માટે જઈ રહ્યું છે, ત્યારે હાલમાં તેને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

હાલમાં કોરોના મહામારીની વચ્ચે BCCI એ IPL UAEમાં રમવાંની તૈયારી પણ કરી લીધી છે. હાલમાં IPL ની બધી જ ટીમો મેચ માટેની તૈયારીઓમાં લાગી પણ ગઈ છે પરંતુ આની વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યાં છે, કે ઓફ સ્પિનર હરભજન સિંહ કે જે ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી છે, એ પોતાની ટીમની સાથે UAE નો પ્રવાસ નહીં કરે.

શુક્રવારનાં રોજ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ UAE જવાં માટે રવાના પણ થવાંની છે.સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, હરભજન સિંહે ફ્રેન્ચાઈઝીને જણાવતાં કહ્યું છે, કે એની માતા બિમાર હોવાને લીધે એ ટીમની સાથે ટ્રાવેલ કરી શકશે નહીં તેમજ એમ પણ જાણવા મળી રહ્યું છે, કે કુલ 2 અઠવાડિયા પછી હરભજન સિંહ ટીમને જોઈન પણ કરશે.

10 સપ્ટેમ્બરથી UAEમાં IPL ની શરૂઆત પણ થઈ રહી છે.અહી ઉલ્લેખનીય છે, કે કુલ 40 વર્ષીય સ્પિનર હરભજન સિંહ હાલમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સનાં કુલ 5 દિવસનાં ટ્રેનિંગ કેમ્પમાં પણ સામેલ થયો ન હતો. આ કેમ્પમાં રવીન્દ્ર જાડેજા તથા શારદૂલ ઠાકુર પણ ગેરહાજર રહ્યા હતાં.

જો, કે બુધવારનાં રોજ ઠાકુર કેમ્પમાં ફરી પાછો જોડાઈ પણ ગયો હતો. તો જાડેજા આજે એટલે કે ગુરુવારનાં રોજ ટીમની સાથે જોડાશે એવાં સમાચાર મળી રહ્યાં છે.જો, કે આજે CSK નાં કુલ 5 દિવસનાં કેમ્પની સમાપ્તિ પણ થશે તેમજ ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ પોતાનાં સાથી ખેલાડીઓ તેમજ ટીમની તરફથી કરવામાં આવેલાં ટ્રેનિંગ માટેની તૈયારીઓથી ઘણો સંતુષ્ટ છે.

અહી ઉલ્લેખનીય છે, કે મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ ટીમની સાથે જોડાયા પછી જ એણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા પણ કહી દીધું હતું. આની સાથે જ સુરેશ રૈનાએ પણ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *