ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ન્યૂઝીલેન્ડ સામે બીજી મેચ હારી ગયું ભારત, જો આ વસ્તુ થઇ હોત તો પરિણામ આવું આવેત- જાણો વધુ

India lost another match against New Zealand, if this thing had happened then the result would have come - Learn more

ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતેની બીજી વનડેમાં ભારતને 22 રને હરાવ્યું છે. આ સાથે જ કિવિઝે 3 વનડેની સીરિઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ 6 વર્ષ પછી ભારત સામે સીરિઝ જીત્યું છે.

લોકેશ રાહુલ 4 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા કપ્તાન વિરાટ કોહલી 15 રને ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કોહલી પોતાના વનડે કરિયરમાં પહેલીવાર સતત ત્રણ મેચમાં બોલ્ડ થયો છે. ઓપનર પૃથ્વી શો કાઈલી જેમિસનની મેડન વિકેટ બન્યો હતો. તેણે 19 બોલમાં 6 ફોરની મદદથી 24 રન કર્યા હતા. જ્યારે મયંક અગ્રવાલ 3 રને બેનેટની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડે ભારતને 274 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડ ભારત સામેની બીજી વનડેમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને યજમાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર્સ માર્ટિન ગુપ્ટિલ (79) અને હેનરી નિકોલ્સ (41)એ ટીમને સારી શરૂઆત અપાવતા 93 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. નિકોલ્સના આઉટ થયા પછી ગુપ્ટિલે ટોમ બ્લેંડલ સાથે 49 રનની ભાગીદારી કરી હતી. જોકે બ્લેન્ડલ (22)ના આઉટ થયા પછી કિવિઝનો ધબડકો થયો હતો. એક સમયે તેમનો સ્કોર 26.2 ઓવર 142/1 હતો અને તેના પછી ટીમે 55 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. સ્કોર 197/8 હતો ત્યારે કિવિઝ 220 રનમાં ઓલઆઉટ થઇ જશે તેમ જણાતું હતું. જોકે રોસ ટેલર (73)એ કાઈલ જેમિસન (25) સાથે નવમી વિકેટ માટે 76* રનની ભાગીદારી કરી હતી. ભારત માટે ચહલે 3 વિકેટ, શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનીગ્સમાં ભારતે રણ ચેઝ કરતા આખી ટીમ 48.3 ઓવરમાં 251 બનાવી ઓલઆઉટ થઈ હતી.ભારત તરફથી સૌથી વધરે રન રવીન્દ્ર જાડેજાએ ફટકાર્યા હતા.જાડેજાએ 73 બોલનો સામનો કરી 55 રન મર્યા હતા.

જો ભારતના ટોપ ઓર્ડરે સારી ભાગીદારી નોધાવી હોત તો આ મેચ ભારત જીતી જાય તેમ હતું.પરંતુ ભારતનો ટોપ ઓર્ડર મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ ગયો હતો. ન્યુઝીલેન્ડ ભારત સામે 6 વર્ષ પછી કોઈ સીરીઝ જીત્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: