થઇ ગયું અ’વાદની IPL ટીમનું નામકરણ- જાણો શું રાખ્યું નામ?

IPL 2022 માં બે નવી ટીમો મેદાનમાં ઉતરી ગઈ છે. પહેલી લખનૌ અને બીજી અમદાવાદ. આ પહેલા જ લખનૌ ટીમનું નામ અને લોગો જાહેર થઇ ગયો છે. લખનૌ ટીમનું નામ lucknow supergiants રાખ્યું છે. સાથો સાથો તેનો લોગો પણ સોશિયલ મીડિયામાં જાહેર કરી દીધો છે. સાથોસાથ ગુજરાતની અમદાવાદની ટીમે પણ આજે પોતાનું નામ જાહેર કરી દીધું છે.

મળતી માહિતી અનુસાર, તારીખ 12 અને 13 ફેબ્રુઆરીએ IPL 2022ની હરાજી થવા જઈ રહી છે. તે પહેલા જ અમદાવાદ ટીમે પોતાનું નામ જાહેર કર્યું છે. CVC કેપિટલ્સની ટીમનું નામ ‘અમદાવાદ ટાઈટન્સ’ (Ahmedabad Titence) જાહેર કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે થનારી હરાજી આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી હશે. પહેલીવાર એકસાથે 10 ટીમો આ હરાજીમાં ભાગ લઇ રહી છે.

જાણવા મળ્યું છે કે, BCCI એ કુલ 590 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, આ દરેક ખેલાડીઓ પર બેંગલુરુમાં સતત 2 દિવસ સુધી હરાજી થશે અને દરેક ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. આ વર્ષે IPL 2022માં લખનઉ અને અમદાવાદ એમ બે નવી ટીમો IPL માં ઉતરી છે.

‘અમદાવાદ ટાઈટન્સ’ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોસીયલ મીડિયામાં જણાવતા કહ્યું હતું કે, નવી IPLની ટીમ અને નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું.’ તમને જણાવી દઈએ કે, IPL 2022 માટે અમદાવાદ ટાઈટન્સ ટીમે પહેલેથી જ ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ રૂપિયા મળશે. CVC ગ્રુપે IPL 2022માં અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *