ગુજરાત(Gujarat): હાર્દિક પટેલે(Hardik Patel) આજે સવારે કોંગ્રેસ(Congress)માંથી રાજીનામું આપ્યું અને તમામ ગુજરાતીઓને અને કોંગ્રેસીઓ અને ઝટકો આપ્યો છે બીજી તરફ ભાજપ(BJP)ના કાર્યકર્તાઓ માં કહી ખુશી કહી ગમ જોવા મળી રહ્યો છે ભાજપ ને 2017 મા મોઢે ફીણ લાવી દેનારા હાર્દિક પટેલને હવે ખુરશી બેસાડવા ભાજપના કાર્યકરોએ ખુરશી સાફ કરવી પડશે તેનું દુઃખ છે એક સમયે હાર્દિક પટેલ ને ગાળો બોલનારા કાર્યકર્તાઓ હવે હાર્દિક પટેલ માટે શરબત લઈને આવશે.
Trishul News ને મળેલી એક્સક્લુઝીવ જાણકારી અનુસાર હાર્દિક પટેલે હવે ભાજપમાં જવાનું મન બનાવી લીધું છે. દિવસ અગાઉ જે ત્રિશુલ ન્યુઝ આગાહી કરી હતી કે અમિત શાહ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે ભાજપ ને મદદરૂપ થવાનો વાયદો કર્યો હતો અને પોતાની વિધાનસભા ટિકિટ માટેનું પ્રોમિસ પણ મેળવી લીધું હતું હાલમાં સમીકરણો બદલાતાં હાર્દિક પટેલે વિરમગામ નહીં પરંતુ વટવા વિધાનસભા માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરાવી લીધી છે અને આગામી પાંચ દિવસમાં હાર્દિક ગાંધીનગર કમલમ ખાતે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીમાં થી કોઈ નેતાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.
હાર્દિક પટેલ ખુદ પોતાના નજીકના સાથીઓને ફોન કરી રહ્યો છે અને કોંગ્રેસ પાટીદારોને કાંઈ આપ્યું નથી અને કોંગ્રેસથી પાટીદારો માટે કંઈ થઈ શકવાનું નથી એવું કહીને તે ફરીવાર ફોન કરે ત્યારે કમલમમાં પોતાની સાથે ૧૦ થી ૧૨ ગાડીઓ લઈને આવવાની સુચના અને વિનંતી આપી રહ્યો છે.
એક સમયના હાર્દિક પટેલના સાથે મનોજ પનારા એ દાવો કર્યો છે કે 2017માં 25 ટિકિટ નો વેપાર કરનાર હાર્દિક પટેલને આ વખતે ટિકિટ નો વેપાર કરવા મળવાનું નહોતો તેથી તે ભાજપ માં જઈ રહ્યો છે અને તેને સમાજ સાથે કાંઈ લેવાદેવા નથી.
હાર્દિક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યો હતો ત્યારે હવે તેણે ખુદ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેને લોકોના અને પોતાના નેતાઓ નો અવાજ સાંભળવાને બદલે પોતાના મોબાઈલમાં રસ છે તેઓ દાવો કર્યો છે સાથે સાથે પોતાના રાજીનામામાં ચિકન સેન્ડવીચ અંગેની વાત કરીને કદાચ હિન્દુત્વના નામે કોંગ્રેસ પ્રત્યે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કોંગ્રેસીઓ માની રહ્યા છે
હાલમાં તો હાર્દિક પટેલની સાથે ભાજપમાં પણ જશે તે અંગે કોઈ નેતાઓ હાર્દિક ના સમર્થનમાં આગળ આવ્યા નથી પરંતુ હાર્દિક મન બનાવી લીધું છે કે પોતાને વિધાનસભામાં પહોંચ્યું છે અને નેતા બનવું છે તેના માટે સૌથી સહેલો રસ્તો ભાજપ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.