હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા, કોંગ્રેસના 3 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી, આણંદ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પરમારની નિમણૂંક, સુરત જિલ્લા કોંગ્રસે પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની નિમણૂંક.
ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવતા, હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાટિદાર આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલને રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ગુજરાત કોંગ્રેસમાં મધમાખી બનીને બેસેલા જુના નેતાઓને સ્થાને નવા યુવા નેતાઓ મુકવામાં સફળ રહેલા રાહુલ ગાંધીની ટીમના હાર્દિક પટેલને હવે ગુજરાતની જનતા પસંદ કરે છે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું.
Hardik Patel appointed Working President of Gujarat Pradesh Congress Committee with immediate effect. pic.twitter.com/ruyRoxqh92
— ANI (@ANI) July 11, 2020
૨૬ વર્ષની ઉમરે પ્રમુખ બનવાનું શ્રેય હાંસલ કરનાર તરીકે હાર્દિક પટેલે કોંગ્રેસની રેકર્ડ બુક માં નામ લખાવ્યું છે.
પરંતુ અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પક્ષ દ્વારા અન્ય ત્રણ જિલ્લામાં પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં પક્ષના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ પરમાર, સુરત જિલ્લાના પ્રમુખપદે આણંદ ચૌધરી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદે યાસીન ગજનની નિમણૂંક કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news