ફરી એકવાર હાર્દિક પટેલ ધકેલાશે જેલ?, પોલીસે કરી ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ હાર્દિક પટેલની રામોલ પોલીસ અને બોપલ પોલીસ ધરપકડ કરવા પહોચી છે. ત્રણ વર્ષ જુના…

પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ હાર્દિક પટેલની રામોલ પોલીસ અને બોપલ પોલીસ ધરપકડ કરવા પહોચી છે. ત્રણ વર્ષ જુના ટંકારા કોર્ટમાં ચાલતા કેસને અનુલક્ષીને તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે બંને પોલીસ તેની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે એક સાથે જ પહોચી હતી.

હાર્દિકની આ પહેલા પણ ધરપકડ કરી હતી

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ એ પકડ વોરંટ કાઢ્યું હતું. અમદાવાદ સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને ગણતરીની મીનીટોમાં જ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. હાર્દિક ને હાલમાં મળતી જાણકારી અનુસાર સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી. અને તે સમયે હાર્દિકના વકીલે કોર્ટને કહ્યું હતું કે, હવે પછી આવી ભૂલ નહિ થાય. કોર્ટ મુદ્દત વખતે હાર્દિક ફરજિયાત હાજર રહેશે તેવો વકીલે કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *