ગુજરાત(Gujarat): છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ(Congress) સામેની હાર્દિક પટેલ(Hardik Patel)ની નારાજગીનો આખરે અંત આવ્યો છે. કારણ કે હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું આપીને આખરે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ભાજપમાં જોડાવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આજે તેમના પરથી પડદો હટી શકે છે.
હાર્દિક પટેલ કરી શકે છે આજે મોટું એલાન:
ગઈકાલે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિકનું આગામી રાજકીય સ્ટેન્ડ શું હશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ત્યારે આજે હાર્દિક પટેલ અમદાવાદમાં સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ આગામી રાજકીય ભવિષ્ય વિશે જાહેરાત કરશે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે હાર્દિક હવે ભાજપમાં જોડાશે.
કમલમથી લખાયો છે હાર્દિકના રાજીનામાનો પત્ર – જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલના રાજીનામા પર તીખી પ્રતિક્રિયા આપી છે. ચિંતન શિબિરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમણે હાર્દિકને શિબિર દરમિયાન બે વાર ફોન કર્યો હતો. પરંતુ હાર્દિકે ફોન કટ કરી દીધો હતો, જવાબ ન આપ્યો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હાર્દિકનું રાજીનામું કમલમથી લખવામાં આવ્યું હતું.
હાર્દિક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યો હતો ત્યારે હવે તેણે ખુદ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેને લોકોના અને પોતાના નેતાઓનો અવાજ સાંભળવાને બદલે પોતાના મોબાઈલમાં રસ છે તેઓ દાવો કર્યો છે સાથે સાથે પોતાના રાજીનામામાં ચિકન સેન્ડવીચ અંગેની વાત કરીને કદાચ હિન્દુત્વના નામે કોંગ્રેસ પ્રત્યે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કોંગ્રેસીઓ માની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.