કોંગ્રેસ પ્રદેશ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના સૌથી નજીકના સાથી ગણાતા એવા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નીખીલ સવાણીએ કોંગ્રેસ પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. નીખીલ સવાણીના આ રાજીનામાંથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નિખિલ સવાણીએ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, બે દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ હાજરીમાં કાર્યાલયમાં ઘટના બની તે ખુબ જ દુ:ખનીય છે.
કાર્યાલય પર જે ઘટના બની તે ઘટના અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આ પાર્ટીને અંજામ આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વાર સસ્પેન્ડ પણ થઇ ચુક્યા છે. તેમની સાથે અન્ય લોકો પણ NSUI અને યુથ કોંગ્રેસને પોઆતાના બાપ-દાદાની પેઢી સમજીને યૂથ કોંગ્રેસ અને NSUIની અંદર નવા યુવાનોને જોડીને અપમાનિત અને માનસિક ટોર્ચર કરીને પાર્ટીને તોડવાનું આયોજન કરતા રહે છે. તેમ છતાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતી તેમના પર આજસુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી.
નિખીલ સવાણીએ જણાવતા કહ્યું છે કે, યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશીપ કરવામાં આવી રહી છે જે ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ભૂતકાળના સમયમાં લાખો લોકોની સંખ્યામાં યુવક કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશીપ કરીને કરોડો રૂપિયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું. જોઈએ તો આ મેમ્બરશીપ નો ડેટા આજ સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવામાં આવેલ નથી. તો શું તો શું યુથ કોંગ્રેસ માં મેમ્બરશીપ માત્રને માત્ર રૂપિયા ભેગા કરવા માટે જ આવે છે.? આ જોતા એવું લાગી રહ્યું છે જેની પાસે વધારે પૈસા છે તે વ્યક્તિ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે. જ્યારે બીજીબાજુ લાખોની સંખ્યામાં યુવાનો યુથ કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ એક પણ લોકો ગ્રાઉન્ડ ઉપર દેખાતા નથી. એટલે સ્પષ્ટ થાય છે કે તમામ સભ્યોની નોંધણી ખોટી હોય તેવું લાગી રહ્યું છે. આ યુથ કોંગ્રેસની ચૂંટણી માત્રને માત્ર રૂપિયા કમાવવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોના થી મૃત્યુ પામનારના પરિવારની મુલાકાત લઈને તેમને સાત્વનાં પાઠવવામાં આવી રહી છે તે ખૂબ જ સારી બાબત કહી શકાય. હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને મારા સાથી એવા હાર્દિક પટેલ ના પિતાનું તાજેતરમાં જ કોરોનાના કારણે અવસાન થયું છે. જ્યારે આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના એક પણ સિનિયર નેતા હાર્દિક પટેલના ઘરે જઈને તેમને મળવાની તસ્દી પણ લીધી નથી. કોંગ્રેસના નેતાઓને હાર્દિક પટેલના પરિવારને સાંત્વના પાઠવવાનો પણ સમય મળ્યો નથી તે નવાઈની વાત કહી શકાય.
પ્રદેશના નેતાઓની આ ભેદભાવવાળી ફકત એક ઘટના નથી. હાલમાં ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો એક પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો નથી અને પણ કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલને આમંત્રિત કરવામાં આવ્યા નથી. કારણ સ્પષ્ટ જોઇ શકાય છે કે કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં ભેદભાવો ચાલી રહ્યો છે કોંગ્રેસને આવી નીતિઓના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.