હાલમાં એક તત્કાલીન સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર રાવત દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ નિમિતે હરિદ્વાર જનપદમાં આવેલ દોલતપુર ગામની રહેવાસી સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે બાળ મુખ્યમંત્રીનું પદ સંભાળશે.
આ દરમિયાન વિધાનસભા રૂમ નંબર 120મા બાળ વિધાનસભાનું આયોજન કરવામાં આવશે કે, જેમાં 12 જેટલા વિભાગ પોતાની પ્રસ્તુતિ આપશે. ઉત્તરાખંડ બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ આશયનો પત્ર મુખ્ય સચિવ ઓમપ્રકાશને રજૂ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, 24 જાન્યુઆરીએ બાળકીઓના સશક્તિકરણ માટે આયોગ દ્વારા એક ટેલેન્ટેડ વિદ્યાર્થિનીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. આટલું જ નહીં પણ એક મુખ્યમંત્રી તરીકે સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડના વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવશે.
આની માટે નામિત વિભાગના અધિકારીઓ બાળ વિધાનસભામાં 5-5 મિનિટ પોતાની પ્રસ્તુતિ આપશે. બાળ વિધાનસભા બપોરનાં 12:00 વાગ્યાથી લઈને 3:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવશે. આ વાત પર સૃષ્ટિ ગોસ્વામીના પરિવારજનોમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૃષ્ટિ ગોસ્વામીની માતાનું જણાવવું છે કે, મને ખૂબ જ ગર્વની અનુભૂતિ થઈ રહી છે. તમામ દીકરીઓ એક ધ્યેય મેળવી શકે છે, બસ તેનો સાથ આપવાની જરૂર છે. કારણ કે, દીકરી કોઇથી ઓછી નથી હોતી. હું સરકારનો ખૂબ આભાર માનુ છું કે, તેમણે અમારી દીકરીને આ પદને યોગ્ય સમજી.
કોઈના પણ કહેવા પર પોતાની દીકરીનો સાથ છોડવો જોઈએ નહિ. કારણ કે, દીકરીઓ આજના સમયમાં બધુ જ કરી શકે છે તેમજ દીકરી લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સૃષ્ટિ ગોસ્વામીના પિતાનું જણાવવું છે કે, આ એક ઉતમ ઉદાહરણ છે, તમામ લોકો આ વાતથી પ્રેરણા લઈ રહ્યાં છે કે, જ્યારે એક દીકરી આ લક્ષ્ય મેળવી શકે છે તો કોઈ બીજું કેમ નહીં?
અમે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે, તેમણે અમારી દીકરીને આને યોગ્ય સમજી. આપને જણાવી દઈએ કે, સૃષ્ટિ ગોસ્વામી BSM, PG કોલેજની વિદ્યાર્થિની છે તેમજ તે B.sc એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી રહી છે. મે વર્ષ 2018 માં બાળ વિધાનસભામાં બાળ ધારાસભ્યો તરફથી એની પસંદગી મુખ્યમંત્રીના રૂપમાં કરવામાં આવી હતી.
બાળ વિધાનસભામાં દર 3 વર્ષે બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે. માધ્યમિક શિક્ષણ વિભાગ આદર્શ વિદ્યાલયોની જાણ કરશે. સ્વાસ્થ્ય મહાનિર્દેશાલય અટલ આયુષ્યમાન યોજનાની માહિતી આપશે. આની સિવાય ગ્રીષ્મકાલીન રાજધાની ગેસસૈનમાં થયેલ વિકાસ કર્યો, ગ્રામીણ વિકાસ, સ્માર્ટ સિટી, પર્યટન અને ઉદ્યોગ તથા પોલીસ પ્રશાસન તરફથી ચલાવવામાં આવી રહેલ અભિયાનોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle