ગુજરાત: નાની કે મોટી પણ બીમારી (Illness) એ કોઈપણ વ્યક્તિ માટે સારી હોતી નથી અને એમાં પણ જો બદલાતા સમય સાથે એવી નવી-નવી તથા ગંભીર બીમારીના કેસ સતત સામે આવી રહ્યા છે ત્યારે એની સારવાર (Treatment) શોધવી પણ અઘરી (Hard) બની છે. આવી જ એક અજીબ બીમારીની ઘટના ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લામાંથી સામે આવી છે.
જેમાં એક ફક્ત 14 વર્ષની બાળકી છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહી છે. આ બાળકીને કઈ બીમારી છે એનું કોઈ ચોક્કસ નિદાન થયું નથી તેમજ ડોક્ટરો બીમારી અંગે જે આશંકા વ્યક્ત કરી રહ્યા છે તેની સારવાર ખુબ મોંઘી છે. આવા સમયે વધુ એક મા-બાપે મદદ માટે ગુહાર લગાવી છે.
હાર્મી અચાનક જ પથારીવશ થઈ:
એક હસતી-રમતી તેમજ ખિલખિલાટ કરતી દીકરી અચાનક પથારીવશ થઈ જાય તો..? આવું જ કાંઈક ગીર સોમનાથમાં આવેલ વેલણ ગામની હાર્મી પ્રજાપતિ સાથે બન્યું છે. 14 વર્ષની હાર્મી છેલ્લા 4 વર્ષથી અજીબ બીમારીથી પીડાઈ રહી છે ત્યારે તે કાંઈપણ કરવ માટે સક્ષમ નથી.
કારણ કે, તેના સ્નાયુઓ ખુબ નબળા પડી ગયા છે. કોઈ તેને ઉચકે તો તે ઉભી થઈ શકે છે પણ તે જાતે પોતાની પથારીમાંથી પણ ઉભી થઈ શકતી નથી. કારણ કે, હજૂ સુધી કોઈપણ નિષ્ણાતે તેની બીમારીની જાણ કરી શક્યા નથી. હાર્મીની આ હાલત અંગે વાત કરીએ તો આજથી 4 વર્ષ અગાઉ હાર્મીને તાવ તથા ઓરી નિકળ્યા હતા.
ત્યારથી જ તેના સ્નાયુઓ નબળા પડવા લાગ્યા હતા. એના હાથ-પગ શિથિલ પડવા લાગ્યા છે તેમજ તે સતત ગુમસુમ પડી રહે છે. પરિવાર તેની સારવાર કરવા માટે જિલ્લા સહિત રાજ્યની બધી જ હોસ્પિટલોમાં પણ ફર્યો પણ કોઈ ચોક્કસ નિદાન મળતું ન હતું.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું જણાવવું છે, આ બાળકી SSPE નામની બીમારીથી પીડિત છે. જ્યારે બીજા નિષ્ણાત ડોક્ટરોનું જણાવવું છે કે, આ બાળકીને GBS એટલે કે, ગિલાઈન બેર સિન્ડ્રોમ નામની બીમારી પણ હોઈ શકે છે.
SSPE કે GBS હોય શકે?
આ પરિવાર પોતાની બાળકીને ક્યો રોગ છે તેમજ એનું નીદાન થાય તે માટે મદદની ગુહાર લગાવી રહ્યો છે પૈસા માટે નહીં! કારણ કે, GBS અને SSPE બીમારીનો આજદિન સુધી કોઈ ચોક્કસ ઈલાજ ઉપલબ્ધ નથી. આ રોગ 10,000 બાળકોમાંથી 1 માં ઓરીને લીધે થતો હોય છે.
આવા સમયમાં જો પરિવારને જાણવા મળે કે, તેમની બાળકી ક્યા પ્રકારની બીમારીથી પીડિત છે તો તેઓ તેનું ચોક્કસ નિદાન કરાવી શકે. SSPE અને GBS બીમારી શું છે તેના અંગે વાત કરવામાં આવે તો. SSPE એ બાળકો તથા યુવાન વયસ્કોનો એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે.
જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરતો હોય છે. ખામીયુક્ત ઓરીના વાયરસને લીધે તે ખુબ ધીમી ગતિએ ફેલાતો હોય છે. જ્યારે GBSએ ન્યુરોન્સને અસર કરતો રોગ છે. આ રોગ મગજના સ્નાયુઓને ધીરે-ધીરે શિથિલ તથા નિષ્ક્રિય કરતો જાય છે. હાલમાં હાર્મી નામની આ બાળકી કઈ બીમારીથી પીડિત છે તે જાણવું સૌથી મોટો પડકાર રહેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.