‘ગુજરાત છોડીને બીજું રાજ્ય પકડી લે’- જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોને આપી દીધી કડક શબ્દોમાં ચેતવણી

ગુજરાત(Gujarat): જામનગર(Jamnagar)માં વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ ભૂમાફીયાઓને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘ભૂમાફિયાઓ માટે સૌથી સારો રસ્તો એ છે કે, તેઓ જામનગર અને ગુજરાત છોડીને બીજું રાજ્ય પકડી લે. જિલ્લામાં અને રાજ્યમાં કોઈ પણ પ્રકારના વ્યાજના દૂષણ ચલાવી લેવામાં આવશે નહી.

લોકોને કોઈ પણ પ્રકારની જરૂર પડે તો અડધી રાતે મને ફોન કરજો. વધુમાં જણાવતા કહ્યું હતું કે, જામનગરના લોકો અને વેપારીઓને હું ફરીથી મળવા માટે આવીશ. તારીખ ઉપર તારીખ નહીં પરંતુ ત્વરિત ન્યાય મળે તે પ્રકારનું કામ અમે કરી રહ્યાં છીએ.’

ભૂમાફિયાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી:
જામનગરની મુલાકાતે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભૂમાફિયાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘ભૂમાફિયાઓ જામનગર અને ગુજરાત છોડી બીજું રાજ્ય પકડી લે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક દિવસીય જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ દ્વારા ક્રિકેટ બંગલા ખાતે ઈન્ડોર સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફૂટબોલ રમતા નજરે ચડ્યા હતા. આ પ્રસંગે તેમણે ડ્રગ્સ વિરૂદ્ધ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીને અન્ય રાજ્યની સરકારો પણ અનુસરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *