દેશમાં કોરોના અને નાગરિકો વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. પરંતુ આ યુદ્ધમાં કોરોનાની જીત દેખાઈ રહી છે અને દિવસે ને દિવસે દેશના નાગરિકો કોરોનાનો ભોગ બની રહ્યા છે, દિવસે ને દિવસે કોરોનાથી લોકોના મોતની સંખ્યા પણ વધી રહી છે. આવા સમયે સરકારે કોરોનાને કાબુમાં લાવવા માટે યોગ્ય નિર્ણય લેવા જોઈએ, પરંતુ અનલોકના નામે આજે ધીરે ધીરે બધું જ ખોલી રહ્યા છે, અને નાગરિકોને ખુલ્લું મેદાન પૂરું પાડી રહ્યા છે. હાલના સમયમાં લોકો પણ જાગૃત બન્યા છે અને આવા સમયમાં જો કામ હોય તો જ ઘરની બહાર નીકળી રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી રાજકીય પક્ષોના નેતાઓ કોરોના ફેલાવવા આગળ હોય એમ કાર્યક્રમો યોજી રહ્યા છે. તાજેતરમાં કોરોનાનો કહેર હોવા છતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વારાફરતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસે જઈ રહ્યા છે અને રેલીઓ કરી કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સી આર પાટીલ બાદ સુરત શહેરના મજુરા વિસ્તારના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનું પણ નામ સામે આવ્યું છે. હર્ષ સંઘવી કોરોના મહામારી વચ્ચે શરૂથી કોરોના વોરીયર્સ તરીકે સારી કામગીરી કરી હતી, પરંતુ અનલોકના સમયમાં કોરોના વિતરણ કરી રહ્યા હોય તેવો આરોપ લાગી રહ્યો છે. કોરોના પોઝીટીવ આવ્યા બાદ સરકારી ને બદલી પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ થઈને તેમને સિવિલ તંત્ર પર વિશ્વાસ નથી તેવું સાબિત કરી રહ્યા છે.
આ ઘટનાની વાત કરીએ તો, ધારાસભ્ય સંઘવી કોરોના પોઝીટીવ આવ્યા પહેલા ગણેશ ચતુર્થીના આગળના દિવસે એક ખાનગી ફર્મમાં ગીતનું શુટિંગ કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા એક ખાનગી કંપની દ્વારા મંજૂરી વગર દસથી વીસ વર્ષ સુધીના ૨૫ જેટલા યુવાનોને ભેગા કરીને એક ગીત નું શૂટિંગ કર્યું હતું. જેમાં હર્ષ સંઘવીએ માસ્ક વગર ઉમળકાભેર ભાગ લીધો હતો અને આ તમામ યુવાનો અને બાળકોને ભેટ્યા હતા અને હાથ પણ મિલાવ્યા હતા. ગીતનું શૂટિંગ એક ખાનગી ફાર્મ હાઉસમાં કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ ગીતના શુટિંગ માટે કંપનીએ તંત્ર પાસે કોઇ મંજૂરી લીધી નહોતી લેવામાં આવી. મુખ્ય ગાયક કલાકાર પોતે અને તેના પરિવારમાં પણ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. આ કાર્યક્રમમાં બાળકો પણ શામેલ હતા જેથી હવે આ બાળકોના પરિવારને પણ ચિંતા વધી ગઈ હોવાની વાત સામે આવી રહી છે.
ત્યારે હવે સવાલ એ થાય કે, પ્રજાના પ્રતિનીધી તરીકે પ્રજાનું ધ્યાન રાખવાને બદલે આવા તાયફાઓમાં હાજર રહીને બેદરકારી દાખવી છે, અને પોતે તો કોરોના પોઝીટીવ આવ્યા છે અને કોરોના વિતરક બનીને અન્ય લોકો ના જીવનું પણ જોખમ ઉભું કર્યું છે. પહેલેથી જ હર્ષ સંઘવી સીઆર પાટીલની રેલીમાં ગરબા ગાવા મુદ્દે વિવાદોમાં ચાલી રહ્યા છે. અને હવે આ કાર્યક્રમમાં માસ્ક વગર સ્વપ્રસિદ્ધિ મેળવવા માટે સોસીયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews