રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) અવારનવાર કોઈને કોઈ અનોખા અંદાજ સાથે લોકો સમક્ષ આવતા હોય છે. ત્યારે ફરીએકવાર આવા જ આગવા અંદાજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જોવા મળ્યા છે. ‘વોક વે’ (Walk Way) ની મુલાકાત દરમ્યાન હર્ષ સંઘવીએ ઝાડ પર લટકી ને બાળપણ ની યાદો તાજી કરી હતી. આજે કાર્યકરો સાથે સાવર સવારમાં હર્ષ સંઘવીએ ‘વોક વે’ ની મુલાકાત લીધી હતી. સાથોસાથ જોગર્સ પાર્કમાં જઈને લોકો સાથે વાતચીત કરી હતી.
‘વોક વે’ દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જોગર્સ પાર્કમાં વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મસ્તી કરી હતી, જેનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારમાં આ રાઉન્ડ લીધું હતું. સાથોસાથ ત્યાના સ્થાનિકો સાથે બેસીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મજુરા વિસ્તારમાં વિકાસને લઈને સૂચનો પણ જાણ્યા હતા.
ગૃહમંત્રી હોવા છતાં હર્ષ સંઘવી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં થોડી પણ બાનછોડ નથી રાખતા. ૩૭ વર્ષની યુવા વયે હર્ષ સંઘવી એકદમ ફીટ છે. જેવી રીતે નાનપણમાં વડની વડવાઈ સાથે લટકીને હીંચકતા હતા, એવી રીતે આજે હર્ષ સંઘવીએ લોકો સાથે વડવાઈ પર લટકીને નાનપણની યાદો તાજા કરી હતી. સાથોસાથ સ્થાનિકો સાથે દોડ પણ લગાવી હતી અને લોકોને કસરત અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા સૂચન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.