હર્ષ સંઘવી ઢીલા અધિકારીઓ પર વરસ્યા: અમુક PI ઓને અરજીઓ વાંચવાનો સમય નથી હોતો

Home Minister Harsh Sanghvi: આજે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન પોતાની સાથે બનેલી ઘટના અંગે જો ફરિયાદ નોંધવા જાઈ ત્યારે એમને એક ડર મનમાં અચૂક રહેતો હોઈ છે,કે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ફરિયાદ લેશે? અથવા લેશે તો કેટલા ધક્કા ખાવા પડશે? જેના કારણે લોકોના મનમાં પોલીસ પ્રત્યે કડવો અનુભવ થતો હોઈ છે અને લોકોના મનમાં પોલીસ પ્રત્યેની છબી ખરાબ થઇ જતી હોઈ છે.તેમજ પોલીસ પ્રજાનો મિત્ર બની રહી તેના માટે ગૃહમંત્રી( Home Minister Harsh Sanghvi ) હંમેશા સક્રિય રહેતા હોઈ છે.શહેરમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત શહેરકોટડા પોલીસ સ્ટેશનના અદ્યતન બિલ્ડિંગનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થયું. આ પ્રસંગે નાગરિકોને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, તેમને એ પણ ખ્યાલ છે કે ક્યાં, કોણ નાગરીકો સાથે નથી મળીને મળતા, પરંતુ તે ક્યારેય ન ચાલવી લેવાય.

કોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો
શહેરમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત શહેરકોટડા પોલીસ સ્ટેશનના અદ્યતન બિલ્ડિંગનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થયું. આ પ્રસંગે નાગરિકોને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા શહેરના પોલીસ સ્ટેશનોમાં વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે.આ શહેર કોટડા પોલીસ સ્ટેશનને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં લાઇબ્રેરી, ચિલ્ડ્રન રૂમ, વેઇટિંગ રૂમ તેમજ એક કોમન હોલની પણ વ્યવસ્થા છે. જેથી પોલીસ જવાનો તેમજ રથયાત્રા દરમિયાન ડ્યુટી ઉપર ફરજ બજાવતા જવાનો અહીં વિશ્રામ કરી શકે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં આવનારા દરેક વડીલને પાણીનો ગ્લાસ આપવામાં આવે તો એ વડીલને ઘણી હૂંફ મળશે અને પોલીસ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાશે.

ગૃહ મંત્રી રોજ 500 અરજીઓનો નિકાલ કરતા હોઈ તો પોલીસકર્મી કેમ નહિ
ગૃહમંત્રી એ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી એ પણ આપી કે વિભાગ દ્વારા એક સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી ચૂકેલ એવા અરજદારો પાસેથી પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન તેમનો અનુભવ અને પોલીસકર્મી કે પોલીસ અધિકારીના વર્તન અંગે પણ પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે.

પોલીસ કર્મી પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના નાગરિકો સાથે સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા માટે પણ ટકોર કરી. સાથે સાથે એ પણ સંભળાવી દીધું કે તેમને એ પણ ખ્યાલ છે કે ક્યાં, કોણ નાગરીકો સાથે નથી મળીને મળતા, પરંતુ તે ક્યારેય ન ચાલવી લેવાય.પોલીસે હમેશા લોકોની સાથે રહી સાથે રાખીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ.આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે,જો મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી રોજ 500 અરજીઓનો નિકાલ કરીને લોકોને મળતા હોય તો પીઆઇ ,એસીપી, કે ડીસીપી કેમ લોકો સાથે ન મળી શકે, એવું તો શુ કામની વ્યસ્તતા હોય છે!

પોલીસ સ્ટેશનની અંદર અને બહાર ગંદકી ક્યારેય ચલાવવામાં નહિ આવે
પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા રાખવાની બાબતને ઉલ્લેખ કરતા સંભળાવી દીધું કે પોલીસ સ્ટેશનની અંદર અને પોલીસ સ્ટેશનની બહાર ગંદકી ક્યારેય ન ચલાવવી લેવાય.તેમણે શહેરના પોલીસ કમિશનરને એ પણ સૂચન કર્યું કે પોલીસનો સ્ટેશનમાં આવતા અરજદારો પ્રત્યે વ્યવહાર પણ સારો હોવો જોઈએ.આ સાથે જ શહેરના સામાન્ય નાગરિકોને પડતી અનેક સમસ્યાઓ દૂર કરવાની જવાબદારી શહેર પોલીસની હોય છે.

દરરોજ બેથી ત્રણ કલાક તમામ પોલીસ અધિકારીઓએ પબ્લિક માટે સમય ફાળવવો જોઈએ અને તેમને પડતી મુશ્કેલીઓ સાંભળવી જોઈએ અને તેનો ઉકેલ તાત્કાલિક લાવવો જોઈએ. તો ટ્રાફીક પોલીસની કામગીરી બિરદાવતા ગૃહરાજ્ય મંત્રીએ શહેર અને રાજ્યના દરેક નાગરિકે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ અને લાયસન્સ અવશ્ય પોતાની પાસે રાખવું જોઈએ.