ગુજરાત(Gujarat): સુરત પોલીસ(Surat Police) દ્વારા એક નવી અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા “ભવિષ્ય” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સુરત પોલીસના પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકિર્દી માટે પ્રેરણાત્મક બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહેવામાં આવ્યું હતું કે, નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન ચલાવી લેવામાં આવશે નહીં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં “ભવિષ્ય” કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન ચલાવી લેવામાં આવશે નહીં. પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઈપણ પોલીસ અધીકારી ગેરવર્તન કરશે તો તેની સામે પગલાં ભરવામાં આવે અને જો કોઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં અહીં આવે અને ફરિયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સાથે તમામ પોલીસ અધિકારીઓને ફૂટ પેટ્રોલિંગ વધારવાની સૂચના હર્ષ સંઘવી દ્વારા આપી દેવામાં આવી છે. સોસાયટીમાં જાગૃતિ લાવવા માટે પેટ્રોલિંગ વધારવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુંછે.
સુરતમાં પોલીસ પરિવાર માટે ભવિષ્ય કેન્દ્ર અભિયાનની નવી અને અનોખી પહેલનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો હતો. જે પોલીસ પરિવારના બાળકો માટે UPSC, GPSC સહિત સરકારી પરીક્ષામાં કારકીર્દી બનવા માટે ખુબ ઉપયોગી નીવડશે. પોલીસ દ્વારા વિશેષ લાયબ્રેરી સેવા પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને લોકો સાથે યોગ્ય વર્તન કરવાની ટકોર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.