કેમેરામાં કેદ થયો સિંહ-સિંહણના મિલન પહેલાની લડાઈનો વિડીયો- સિંહની ત્રાડોથી ધ્રુજી ઉઠ્યું ગીર

ગીરનુ જંગલ સિંહો માટે એશિયામાં પ્રખ્યાત છે. ગીરના જંગલમાં અવારનાર એવા દ્રશ્યો સર્જાતા હોય છે કે લોકો તે દ્રશ્યને મોબાઈલ કે કેમેરામાં કેપ્ચર કરવાનું ચુકતા…

ગીરનુ જંગલ સિંહો માટે એશિયામાં પ્રખ્યાત છે. ગીરના જંગલમાં અવારનાર એવા દ્રશ્યો સર્જાતા હોય છે કે લોકો તે દ્રશ્યને મોબાઈલ કે કેમેરામાં કેપ્ચર કરવાનું ચુકતા નથી. આ ફોટો વિડીયો વાઇરલ પણ થતા હોય છે.

હાલ તાજેતરમાજ ગીરનો એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં સિંહ અને સિંહણનો મેટિંગ દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઝુબીન આશરાએ પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો હતો અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. સિંહ અને સિંહણ પોતે મેટિંગ માટે લડાઈ કરી રહ્યા છે.

આ સહેલાણીએ પોતાના મોબાઈલ માં ઉતારેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સિંહણ રસ્તા પર બેઠી હતી ત્યારે સિંહ આજુબાજુમાં સૂંઘતો સૂંઘતો ત્યાં પહોંચી ગયો હતો. સિંહણની નજીક જયારે સિંહ પહોંચ્યો ત્યારે સિંહણે ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો હતો અને બંનેએ સામસામે ઘુરકિયાં પણ કર્યા હતા. થોડીવાર બાદ સિંહ અને સિંહણ જંગલ તરફ રવાના થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અહીંના એક જનાગલ ખાતાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આવી ઘટના જંગલમાં સામાન્ય છે, પરંતુ ઝૂની અંદર પાંજરામાં ક્યારેક જ બને છે, એમાંય સિંહોમાં મેટિંગ દરમિયાન આવું વર્તન સામાન્ય છે. મેટિંગ સમયે બંને આક્રમક મૂડમાં જોવા મળતાં હોય છે. વિશ્વાશ્નીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વિડીયો ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રુટ પર કેપ્ચર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસુ તે સિંહ-સિંહણ માટેનો મેટિંગ પિરિયડ હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં શિયાળા દરમિયાન પણ મેટિંગ થતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *