ગૃહમંત્રી હર્ષ સંઘવીના દીકરાએ એવું ગીત ગાયું કે, દરેક ગુજરાતીની છાતી ગર્વથી પહોળી થઇ જશે

આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા દેખાય રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Minister of State Harsh Sanghvi)એ હાલમાં…

આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા દેખાય રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Minister of State Harsh Sanghvi)એ હાલમાં પોતાના સોશિયલ મીડિયા(Social media) એકાઉન્ટ પર તેના દીકરા આરુષનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો દીકરો સ્કૂલમાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. શેર કરેલ આ વિડીયોમાં આરુષ ગુજરાતી ભાષામાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, વિદેશમાં જઈને પણ ગુજરાતી જ બનીને રહીશ.

વાયરલ થયેલ વીડિયોમાં આરુષ હાથમાં માઈક લઈને રૅપ સોન્ગ ગાતો હોવા મળી રહ્યો છે. તેમજ તે બોલી રહ્યો છે કે, હું ‘લંડન, અમેરિકા, દુનિયાભરની બધી જ સારી સારી હોટલોમાં રહીશ જયારે બધા હેલો હેલો કરતા હશે પરંતુ હું કેમ છો કહીશ કેમ કે, હું ગુજરાતી છું તો ગુજરાતી જ રહીશ.’ તે ઉપરાંત આ વીડિયોમાં તેની આજુબાજુમાં સ્કૂલના અન્ય બાળકો પણ બેઠેલા જોવા મળી રહ્યા છે.

આ સાંભળી ગર્વનો અનુભવ થઇ રહ્યો છે
જયારે આ વિડીયોમાં ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘આનાથી વધારે ગર્વ ન અનુભવી શકું. વધુમાં તે કહે છે કે, મારા દીકરા આરુષનું રૅપ ખુબ જ સારું અને સાચું છે. ગુજરાતી છું.. ગુજરાતી રહીશ.’ મળતી માહિતી અનુસાર આ વીડિયોને અત્યાર સુધીમાં 4600થી પણ વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 632થી પણ વધુ વખત તેને રિટ્વીટ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *